શિક્ષણને ડિગ્રી કે કમાવાના સાધન તરીકે જોવું જોઇએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરનીઆદર્શ સ્કૂલમાં બુધવારે સવારે યોજાયેલા પ્રવેશોત્સવ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી રજનીભાઇ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણને ફક્ત ડિગ્રી તેમજ કમાવવાના સાધન તરીકે જોવું જોઇએ.

વિસનગરની આદર્શ સ્કૂલ ખાતે બુધવારે સવારે પ્રવેશોત્સવની ઊજવણી કરાઇ હતી, જેમાં ઉપસ્થિત રાજ્યના ગૃહમંત્રી રજનીભાઇ પટેલે જણાવ્યું કે, આપણા દીકરા દીકરી સારા અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પ્રવેશ મેળવે તે માટે તમામે સાથે મળી કાળજી લેવી જોઇએ અને એકપણ દીકરો કે દીકરી પ્રવેશથી વંચિત રહી જાય તે માટે સરકાર દ્વારા 100 ટકા નામાંકન થાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે. પ્રસંગે ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન રેખાબેન ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ભૂલકાંઓને વિવિધ કીટ તેમજ ચોકલેટ આપી પ્રવેશ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...