8 તાલુકાઓમાં અને 4 જિલ્લા કલેકટર કચેરીમાં મુકાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર અને ઊંઝા મામલતદાર બદલાયા, 4 નાયબ મામલતદારને બઢતી

મહેસાણા જિલ્લામાં 6 મહિના બાદ 12 મામલતદારની જગ્યા ભરાઇ

રાજ્યસરકાર દ્વારા 227 નાયબ મામલતદારને મામલતદારના પ્રમોશન તેમજ 107 મામલતદારની બદલીના હુકમ કરાયા છે. જેમાં મહેસાણા જિલ્લામાં વિસનગર અને ઊંઝા તાલુકાને બાદ કરતાં 8 તાલુકામાં છેલ્લા 6 મહિના ઉપરાંતના સમયથી ખાલી પડેલી મામલતદારની જગ્યાઓ ભરવામાં આવી છે.

ઉપરાંત, કલેકટર કચેરીમાં નાની બચત, ડિઝાસ્ટર, જનસંપર્ક મામલતદાર અને અધિક ચિટનિશની જગ્યાઓ પણ ખાલી હતી. તમામ ચારેય જગ્યા ઉપર 6 મહિના બાદ કાયમી મામલતદાર મૂકવામાં આવ્યા છે. જ્યારે વિસનગરના મામલતદાર આર.અેમ. દંતાણીની ધાંગધ્રા બદલી થતાં તેમની જગ્યાએ બનાસકાંઠાથી અનિલ એન. સોલંકીને મૂકાયા છે. જ્યારે ઊંઝા મામલતદાર તરીકે રાધનપુરથી બી.ડી. પટેલ મૂકાયા છે.

જિલ્લામાં મામલતદાર તરીકે બઢતી મેળવેલ નાયબ મામલતદારમાં ઉષાબેન પી. જોષી (એનએ મામલતદાર. વડોદરા કલેક્ટર કચેરી), કિશોરભાઈ જી. ગઢવી (ચિટનિશ, કચ્છ કલેક્ટર કચેરી), રમીલાબેન વી. પટેલ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, બનાસકાંઠા) તેમજ ચેતનાબેન ડી. મોદી (મામલતદાર અમદાવાદ ઈસ્ટ- અસારવા)નો સમાવેશ કરાયો છે. જ્યારે જિલ્લામાંથી બદલી થયેલા મામલતદારોમાં કે.પી. શાહની ઊંઝાથી કડાણા- મહિસાગર તેમજ આર.એમ. દંતાણીની વિસનગરથી થાનગઢ, સુરેન્દ્રનગર ખાતે મૂકવામાં આવ્યા છે.

જિલ્લામાં મામલતદાર તરીકે નિમણૂંક

તાલુકોમામલતદાર ક્યાંથી આવ્યા

મહેસાણાવિશાલભાઇ કેશરભાઇ પટેલ ખેડા

ખેરાલુ વડાભાઇ સોનાભાઇ કટારીયા બનાસકાંઠા

વડનગર બાલક્રિષ્ના જેઠાલાલ શાહ અમદાવાદ

જોટાણા દલજીભાઇ શંકરભાઇ પ્રજાપતિ બનાસકાંઠા

બહુચરાજી બકુલેશ સિતારામ નાયક અમદાવાદ

કડી જે. એન. શાહ ગાંધીનગર ડિઝાસ્ટર

સતલાસણા વી. ડી. પટેલ સુરત સિટી

વિજાપુર બી. બી. પટેલ ગાંધીનગર

મહેસાણાકલેકટર કચેરીમાં નિમાયા

નાનીબચત અર્જુનભાઇ જોરજીભાઇ પારગી બનાસકાંઠા

જનસંપર્ક વિશ્રામભાઇ નાનજીભાઇ ભગોરા સાબરકાંઠા

ડિઝાસ્ટર બાબુજી સોમાજી મકવાણા બનાસકાંઠા

અધિક ચિટનિશ એસ.જે. પટ્ટણી રાજકોટ-લોધિકા

અન્ય સમાચારો પણ છે...