Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં આજે
જ્ઞાતિનાસર્વે બાળકોની બાલમંદિરથી કોલેજ કક્ષા સુધીની માર્કશીટની નકલ તા. 20/7 સુધી હેમાબેન વી. ભટ્ટ અને હેતલબેન ભટ્ટને પહોંચતી કરવી.
સંસ્કારનગરમહિલા મંડળ
તા.20/7ના સાંજે 4:30 કલાકે સંસ્કારનગરના રહેવાસીઓ માટે સત્યનારાયણની કથા મારૂતિ પ્લોટ, ગણેશ ચોક મધ્યે.
સંસ્કારનગરસહેલી ગ્રુપ
તા.19/7થી સાંજે 4થી 5 દરમિયાન ફક્ત બહેનો માટે એંકરવાલા સ્કૂલ, સંસ્કાર નગર, ભુજ મધ્યે નિ:શુલ્ક યોગા કલાસ.
કચ્છીરાજગોર મિત્ર મંડળ
તા.23/7ના રાત્રે 8 કલાકે પ્રમુખ શંભુભાઇ શામજીના નિવાસસ્થા, જેષ્ઠાનગર, ભુજ મધ્યે મંડળની સામાન્ય સભા. મંડળના સર્વે સભ્યો, ટ્રસ્ટીગણ અને મહિલામંડળની બહેનોની ઉપસ્થિતમાં.
વિનામૂલ્યેદવાઓ મળશે
સોમથીશનિ સવારે 10:30થી 1:30, સાંજે 5થી 8 દરમિયાન સ્વજન-44, વિજયનગર શોપીંગ સેન્ટર, કલ્પતરૂ, હોસ્પિટલ રોડ, ભુજ મધ્યે વિનામૂલ્યે દવાઓ મળશે.
આયુર્વેદિકદવાથી ઉપચાર
તા.19/7ના સવારે 10થી 1 દરમિયાન માનવજ્યોત કાર્યાલય, લોહાર ચોક, ભીડ ગેટ, ભુજ મધ્યે વનસ્પતિ તથા આયુર્વેદિક દવાઓથી સારવાર કરાશે.
જૂનાહાટકેશ્વર મંદિરે દીપમાળા
તા.19/7ના સાંજે 7 કલાકે હાટકેશ મહિલા મંડળ અને અમરનાથ યાત્રા પૂર્ણ કરી આવેલ અંતાણી પરિવાર દ્વારા દીપમાળા.
નિબંધસ્પર્ધા વિજેતાઓને ઇનામ વિતરણ
તા.19/7ના સવારે 10:15 કલાકે સંસ્કૃત પાઠશાળા મધ્યે ગુરુપૂર્ણિમા પ્રસંગે યોજાયેલ નિબંધ સ્પર્ધાના ઇનામનું વિતરણ.
રણછોડરાયસત્સંગ મંડળ ટ્રસ્ટ
તા.21/7ના સવારે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ સદગુરુ રણછોડરાય કોમ્પલેક્ષ, લાલ ટેકરી, ભુજ મધ્યે યોજાશે.
રાહતદરેસારવાર
રામકૃષ્ણયુવક મંડળ, ભુજ સંચાલિત મા શારદા ચિકિત્સાલય, સંસ્કાર નગર, ભુજ મધ્યે સોમથી શુક્રવાર સાંજે 5થી 7 દરમિયાન ટોકન ચાર્જ દ્વારા સારવાર કરાશે.
ગાંધીવિચારોની પરીક્ષાના ફોર્મ
ગુજરાતવિદ્યાપીઠ અમદાવાદ દ્વારા કચ્છમાં 2જી ઓકટોબરે લેવાનારી વિવિધ ગાંધી વિચારોની પરીક્ષાના ફોર્મ ભરવા તેમજ નવા કેન્દ્ર શરૂ કરવા ઇચ્છતી શાળાએ સાંજે 6:30થી 7:30 દરમિયાન સંસ્કૃત પાઠશાળા ખાતે સંપર્ક કરવો.
સીવણ/મડ વર્કના ક્લાસ
રામકૃષ્ણયુવક મંડળ, ભુજ સંચાલિત મા શારદા પ્રશિક્ષણ કેન્દ્ર, રામકૃષ્ણપ સેવા સંકુલ, કોડકી રોડ, ભુજમાં સીવણ ક્લાસ તેમજ મડવર્કના કલાસ બપોરે 3થી 6 દરમિયાન.
કચ્છજિલ્લા પેન્શનર્સ એસોસિયેશન
તા.7/8ના સવારે 10 કલાકે એસોસિયેશનની સામાન્ય સભા સહયોગ હોલ, બસ સ્ટેન્ડ સામે. ભાગ લેનાર સભ્યોએ નામની નોંધણી તા. 25/7ના સવારે 10:30થી 12 દરમિયાન સંસ્થાની કચેરીએ નોંધાવી જવી.
નાયબમામલતદાર ભરતી સબંધી તાલીમ વર્ગ
તા.24/7થી 28/8 સવારે 10થી 12 દરમિયાન નાયબ મામલતદાર ભરતી સબંધી તાલિમ વર્ગ યોજાશે. ઇચ્છુ કે રોટરી હોલ, ભુજ ઇંગ્લીશ સ્કૂલ સામે, હોસ્પિટલ રોડ, ભુજ મધ્ય નામ નોંધણી કરાવવાની રહેશે.
મોળાકાત/જયા પાર્વતી વ્રત પુજા
તા.19/7ના સાંજે 4થી 6 દરમિયાન મોળાકાતની પુજા તથા તા. 21/7ના સવારે 6:30થી 8 તથા સાંજે 4થી 6 દરમિયાન જયા પાર્વતી વ્રતની પુજા સિદ્ધનાથ મહાદેવ મંદિર, કૈલાસનગર મધ્યે કરાવવામાં આવશે.
પ્રા.શિક્ષક/બી.આર.સી.કો.ઓ. જોગ
જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી, ભુજ દ્વારા જિલ્લાની તમામ પ્રા.શાળાઓમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ છે. આપના તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં તા. 19/7ના સુચવેલ માર્ગદર્શન અનુસાર ગુરુપૂર્ણિમાની ઉજવણી થાય તે માટેનું આયોજન આપની કક્ષાએથી કરી તેનો અહેવાલ, ફોટો ગ્રાફ દિન-પમાં જિલ્લા એમ.આઇ.એસ.ને સુપ્રત કરવા.
માંડવીમાંનિ:શુલ્ક સ્પીચથેરાપી કેમ્પ
તા.24/7ના સવારે 10:30થી 12 દરમિયાન રોટરી હોલ ,ભુતડાવાડી માંડવી મધ્યે બાળકો તથા વ્યકતિ માટે નિ: શુલ્ક નિદાન કેમ્પ યોજાશે. નિદાન કેમ્પમાં સ્પીચથેરાપી, લેગ્વેજ થેરાપી, આઇક્યુ ટેસ્ટ, જેવી સુવિધા નિ:શુલ્ક રહેશે.
મુન્દ્રામાંવીજળીના પ્રશ્નો નિરાકરણની બેઠક
માંડવીમુન્દ્રાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી વીજળીના પ્રશ્નો અંગે નિરાકરણ કરવાનો પ્રયાસ કરશે. વિજળીના પ્રશ્નો અંગે લેખિતમાં અથવા મૌખિકમાં રજૂઆત કરવા તા. 21/7ના બપોરે 3 કલાકે નાયબ કલેકટર કચેરી, મુન્દ્રા મધ્યે ઉપસ્થિત રહેવું.
કચ્છભરમાંગુરુપૂર્ણિમા નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાશે
ત્રિમંદિર,હિલ ગાર્ડન, ભુજમધ્યે સવારે 10થી સાંજે 5 દરમિયાન ગુરુપૂર્ણિમાની ઉજવણી તથા સત્સંગ.
ગાંધીધામખાતેદાદા ભગવાનની ગુરુપૂર્ણિમાની ઉજવણી સાંજે 4:30થી 8 દરમિયાન સત્સંગ હોલ, 21 સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, રોટરી સર્કલની પાસે, આદિપુર રોડ.
સંસ્કૃતપાઠશાળાના પ્રાગણમાંહાટકેશ અંબિકા મહિલા મંડળ અને હાટકેશ સેવા મંડળ દ્વારા ગીતાજી સંસ્કૃત પાઠશાળાના ઉપક્રમે સવારે 9:30 કલાકે નાગર-નાગર બ્રાહ્મણ અને વીસનગરા નાગરના પ્રા.શાળાથી કોલેજ કક્ષાના ગુરુજનો ભાઇ-બહેનોનું સમૂહ ગુરુપુજન 18 વર્ષથી 93 વર્ષના વ્યક્તિનું પુજન થશે. તેમજ સંસ્કૃત, ગીતા, ગાંધી પુસ્તકોનું પૂજન થશે.
અલખધનંજય આશ્રમ એરપોર્ટરીંગ રોડ ખાતે સવારે ગુરુ વંદના સાથે ગુરુ પુજન અને સમુહ મીલનનું આયોજન.
ભક્તિધામ,ભુજ શિરડીસાંઇનાથ સમિતિ દ્વારા સવારે 7થી 7:30 અભિષેક આરતી, પુજાનો કાર્યક્રમ સાંઇબાબા મંદિરે.
વાલદાસનગર, ભુજ ખાતે ધ્વનિસંગીત કેન્દ્ર દ્વારા સાંજે 4થી 9 દરમિયાન સંગીતના તત્કાલીન તથા હાલના વિદ્યાર્થીઓ માટે ગુરુપૂજનનો કાર્યક્રમ.
સત્યનારાયણભગવાનનું મંદિર, ભુજ મધ્યેસવારે 9 તથા સાંજે 5 કલાકે સામૂહીક કથા.
આર્ટઓફ લિવિંગ ભુજ દ્વારાતા. 20/7ના સાંજે 7થી 9 દરમિયાન સિનિયર પ્રશિક્ષક સાથે ‘ધ માસ્ટર’ જ્ઞાનચર્ચાનું આયોજન ભુજ ઇંગ્લીશ સ્મૂલ, હોસ્પિટલ રોડ, ભુજ મધ્યે.
દાદાભગવાન ગાંધીધામ સેન્ટરદ્વારા સાંજે 4:30થી 8 દરમિયાન સત્સંગ હોલ, 21 સિદ્ધિ વિનાયક કોમપ્લેક્ષ, રીલાયન્સ પંપ સામે, રોટરી હોલ સર્કલ, ગાંધીધામ મધ્યે ગુરુપૂર્ણિમા ઉત્સવ યોજાશે.
લીલાશાનગર,ગાંધીધામ મધ્યેનારાયણેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ, રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ તથા ઓમ નમો શિવાય સેવા ટ્રસ્ટ દ્વારા રામચંદ્ર ડોંગરેજી મહારાજ ચરણ પાદુકા પૂજન ર્સ્ટલિંગ રામકૃષ્ણ હોસ્પિટલ ગાંધીધામ ખાતે સવારે 9 કલાકે તથા સવારે 10 કલાકે નારાયજ્ઞેશ્વર મહાદેવ મંદિર પરીસરમાં.
ખોડિયારમાતાજી મંદિર, અંજાર ખોડીયારમંદિર જન્મોત્રી સોસાયટી મધ્યે મહાઆરતી તથા ગુરુવંદના કાર્યક્રમ યોજાશે.
માનવજ્યોત સંસ્થા દ્વારાસવારે 10 કલાકે હરિ પાર્ક, ચૈતન્યધામ સોસાયટી મધ્યેના સેફોન કીડસ શાળા, માધાપર અને મમલેશ્વર મહાદેવ મંદિર, માધાપરના પ્રાગણમાં સંસ્થા તરફથી વૃક્ષારોપણ તેમજ પક્ષીઓને પાણી પીવડાવવાના કુંડા, તુલસી રોપાઓ, કાપડની થેલીઓનું નિ:શુલ્ક વિતરણ કરાશે.
ગાયત્રીશક્તિપીઠ-માધાપર દ્વારાસવારે 7:30 કલાકે ગુરુ પુજન ભગવતી બાળ સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓના વિધારંભ સંસ્કાર, સાંજે 6:30 કલાકે સમૂહ જાપ, સંકલ્પ તેમજ સમૂહ આરતી ગાયત્રી શક્તિપીઠ મધ્યે.
મીરજાપર: 4:30થી7:30 દરમિયાન શિવયોગ પરિવાર ભુજ દ્વારા લક્ષ્મીવાડી, મીરઝાપર, મોચીરાઇ મંદિર રોડ, મીરજાપર મધ્યે ગુરુપૂર્ણિમા મહોત્સવ.
ત્રિમંદિરસીનુગ્રા (તા.અંજાર) મધ્યેસાંજે 4થી 8 દરમિયાન પુજન, દર્શન અને જ્ઞાન ભક્તિ.
કચ્છસમર્પણ આશ્રમ, પૂનડી મધ્યેસાંજે 4થી 7 દરમિયાન યોગ પ્રભા ભારતી સેવા સંસ્થા ટ્રસ્ટ, મુંબઇ તથા સમર્પણ ધ્યાન યોગ પરિવાર આયોજિત ગુરુપૂર્ણિમા - ગુરુ દર્શન સમારોહ નિ:શુલ્ક કાર્યક્રમ.