તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરમાં અગાઉની અદાવતે ધોકાથી હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરના ફતેહ દરવાજા વિસ્તારમાં અગાઉની અદાવતે ઉશ્કેરાઇ ગયેલા શખ્સે યુવક સાથે બોલાચાલી કરી ઝગડો કરી ધોકા વડે માર મારતાં આ બનાવ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. શહેરના ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા સોલંકી જીજ્ઞેશકુમાર પરષોત્તમભાઇના ભાઇ પ્રકાશભાઇને સોલંકી રવિકુમાર મુકેશભાઇએ ઉછીના પૈસા આપ્યા હતા જે બાબતે જીજ્ઞેશભાઇના પરિવારજનોએ રવિ વિરુધ્ધ અગાઉ ફરિયાદ કરેલ હોવાથી રવિએ જીજ્ઞેશભાઇ સાથે બોલાચાલી કરી ધોકા વડે માર મારી પગ કાપી નાંખવાની ધમકી આપતાં આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...