તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરની મધુરમ ડુપ્લેક્ષમાં હોમગાર્ડ મુકવા રહીશોની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર શહેરના કાંસા એન.એ. વિસ્તારમાં આવેલ મધુરમ ડુપ્લેક્ષ, સ્થાપત્ય, અને પંચામૃત સોસાયટીમાં ગત 21મીની રાત્રે તસ્કરોએ પાછળથી બારીની ગ્રીલ તોડી 70,600ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જે બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. દરમિયાન સોસાયટીના છેવાડે આવેલ મધુરમ ડુપ્લેક્ષમાં છેલ્લા પાંચ દિવસથી ચોરી થયા બાદ રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. બુધવારના રોજ સોસાયટીની મહિલાઓ પોલીસ મથકે આવી લેખિત રજૂઆત કરી હતી જેમાં તેમણે સોસાયટીમાં બે મકાનોમાં ચોરી થઇ છે અને મહિલાઓ અને બાળકો માનસિક રીતે અસ્વસ્થ થઇ ગયા હોવાની હોમગાર્ડ મુકવા માટે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...