મોડાસા નજીક અકસ્માતમાં ધામણવાના કારચાલકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનજીક થયેલા અકસ્માતમાં વિસનગર તાલુકાના ધામણવા ગામના કારચાલકનું મોત થયું હતું.

રમેશભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ મંગળવારે મોડી રાત્રે પોતાની અલ્ટ્રો કાર (જીજે 18 એબી 8094) લઇ શામળાજીથી હિંમતનગર તરફ જઇ રહયા હતા. ત્યારે મોડાસાના દાવલી નજીક રિવર્સ કરી રહેલા ટ્રક (જીજે 09 ઝેડ 9912)ના ચાલકે કાર સાથે ટ્રક અથડાવી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા કારચાલક રમેશભાઇને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જયાં તેમનું મોત થયું હતું. ઘટના અંગે મૃતકના પુત્ર સંજયભાઇ રમેશભાઇ પ્રજાપતિએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...