સવાલા ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરના સવાલા ગામની સીમમાં પોલીસે બાતમીને આધારે બુધવારે રેડ કરતાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે જુગાર સાહિત્ય સાથે 5740 રોકડ કબજે લઇ આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સવાલાની સીમમાં આવેલ ટેટોક તળાવની બાજુમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી. જે માહિતીને આધારે બુધવારે માંડી સાંજે તાલુકા પોલીસના સ્ટાફે ઘટના સ્થળે જઇ રેડ કરતાં કોલી ધર્મેન્દ્રકુમાર માંગીલાલ, દેવીપૂજક નરેન્દ્રકુમાર ચતુરભાઇ, દેવીપૂજક મેલાભાઇ જેણાભાઇ, મીણા ભવાનસિંહ બટવારામ અને કોલી ગોપીચંદ પ્રભુદાસ રહે. તમામ કાંસાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગાર સાહિત્ય સાથે 5740 રોકડ કબજે લઇ આ બનાવ અંગે ઝડપાયેલ શખ્સો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...