• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગર તાલુકાના બેચરપુરા ગામમાં રહેતા 54 વર્ષીય આધેડ રાધનપુર

વિસનગર તાલુકાના બેચરપુરા ગામમાં રહેતા 54 વર્ષીય આધેડ રાધનપુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના બેચરપુરા ગામમાં રહેતા 54 વર્ષીય આધેડ રાધનપુર શીત કેન્દ્રમાં નોકરી જવાનું કહી નીકળ્યા હતા જે પરત ન ફરતાં તેમના પરિવારજનોની ભારે શોધખોળ બાદ પણ ભાળ ન મળતાં આ અંગે પોલીસને જાણ કરી છે.

તાલુકાના બેચરપુરા ગામમાં રહેતા પટેલ જ્યંતિભાઇ જીવરામદાસ રાધનપુર ખાતે આવેલ બનાસડેરીના શીત કેન્દ્રમાં નોકરી કરે છે. જ્યંતિભાઇ વાસી ઉત્તરાયણે ઘરેથી સવારે નોકરીએ જાઉ છું તેમ કહી નીકળ્યા હતા જે પરત ન ફરતાં તેમના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળ બાદ પણ જ્યંતિભાઇની ભાળ ન મળતાં આ અંગે પટેલ વિષ્ણુભાઇ જીવરામદાસે પોલીસને જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...