કડા પાસે ખેતરથી ઘેર જતાં પિતા-પુત્રને બાઇકની ટક્કરે ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકાના કડા ગામ નજીક આવી રહેલ બાઇકના ચાલકે ખેતરમાં પાણી વાળી પરત ફરી રહેલ પિતા-પુત્રને ટક્કર મારતાં બંન્નેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે વિસનગરની સિવિલમાં ખસેડાયા હતા.

કડા ગામમાં રહેતા રામાભાઇ સોમાભાઇ પરમાર તેમના દિકરા રાહુલ સાથે સોમવારના રોજ ખેતરમાં પાણી વાળવા ગયા હતા જ્યાં ખેતરમાં કામ કાજ પૂર્ણ કરી બંન્ને પિતા-પુત્ર સાંજે ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન વિસનગર તરફથી આવી રહેલ બાઇક નં. જી.જે.02.અે.ઇ.8582ના ચાલકે ટક્કર મારતાં પિતા-પુત્ર નીચે પટકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...