વિસનગરમાં વિચરતી જાતિના 40 પરિવારો મકાનથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં છેલ્લા 40 વર્ષથી વસવાટ કરતા વિચરતી જાતિના વાદી વાંસફોડીયાના 40 પરિવારોએ મકાન કે પ્લોટ મળે તે માટે બુધવારે ધારાસભ્યને રજૂઆત કરી હતી. તેમજ હાલ તેઓ જ્યાં રહે છે તે સ્થળોએ ગંદકી હોવાથી રોગચાળાની ભીતિ વ્યક્ત કરી હતી.

શહેરના સવાલા બસ સ્ટેન્ડ, મહેસાણા ચાર રસ્તા, રેલવે ફાટક તેમજ નૂતન સ્કૂલની આજુબાજુ વિચરતી જાતિ વાદી વાંસફોડીયાના 40 પરિવારો રહે છે. જેમની પાસે તમામ આધાર પુરાવા છે, પરંતુ મકાન કે પ્લોટ હજી મળ્યા નથી. બુધવારે આ પરિવારોના અગ્રણીઓએ ધારાસભ્ય ઋષિકેશ પટેલને મળી આ મામલે રજૂઆત કરી હતી. સમાજના ભગાભાઇ મોહનભાઇ અને માનસિંહભાઇ મોતીભાઇએ જણાવ્યું કે, સરકાર મફતગાળાના પ્લોટ ફાળવી આપે તેવી માંગણી કરી છે.

ભાસ્કર ન્યૂઝ | વિસનગર

અન્ય સમાચારો પણ છે...