તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુંજાનો વડનગર સાથે સંબંધ જાણવા ઉત્ખનન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | વિસનગરથી 8 કિમી દૂર સોલંકીયુગના ગુંજા ગામનો ઇતિહાસ શોધવા પુરાતત્વ વિભાગ દ્વારા અૈતિહાસિક દાનેશ્વર તળાવ નજીક ખોદકામ શરૂ કરાયું છે. જેમાં ગામનો ઇતિહાસ કેટલો જૂનો છે અને વડનગરથી શું સંબંધ છે તેની જાણકારી મેળવવા , જૂના અવશેષો ઉપર રિસર્ચ કરવા ખોદકામ કરાઇ રહ્યાનું પુરાતત્વ વિભાગના સૂત્રોઅે જણાવ્યું હતું

ઉત્ખનનથી ગામનો ઇતિહાસ, વડનગર સાથેનો સંબંધ અને જૂના અવશેષો ઉપર રિસર્ચવર્ક કરાશે : પુરાતત્વ વિભાગ
તાલુકાના ગુંજામાં દાનેશ્વર તળાવ સોલંકીકાળમાં બનાવાયેલું છે અને અહીંથી પાંડવો પસાર થયા હોવાની લોકવાયકા છે. અ ભુવનેશ્વરી માતાજીનું મંદિર પણ છે. અા સ્થળો ઉપર જૂના અવશેષો હોવાથી પંચાયત દ્વારા ગામનો ઇતિહાસ જાણવા માટે પુરાતત્વ વિભાગને રજૂઅાત કરાઇ હતી. જેમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા ત્રણ દિવસથી સોલંકીકાળના અવશેષોના સર્વેક્ષણ માટે ખોદકામની શરૂઅાત કરાઇ છે. હાલમાં દાનેશ્વર તળાવની પાળ નજીક જૂના અવશેષો પાસે ખોદકામ કરાઇ રહ્યું છે. જેમાં ઇંટોથી બનેલી ઊંચી પાળ મળી છે.

અન્ય સમાચારો પણ છે...