તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતા પતિના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કર્યાની ફરિયાદ

પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતા પતિના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કર્યાની ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરની વીજકરંટથી પરિણીતાના મોતની ઘટનામાં નવો વળાંક

વિસનગરનીરાજેન્દ્રકોલોની સોસાયટીમાં રહેતી મહિલાને વીજકરંટ લાગતાં મોત થયું હતું. જોકે, મહિલાને તેના પતિ દ્વારા શારિરીક- માનસિક ત્રાસ આપવામાં આવતો હોઇ ત્રાસ સહન નહીં થતાં વીજવાયરથી કરંટ લગાડી મોતને ભેટી હોવાની મૃતકના ભાઇએ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં પતિને અન્ય મહિલા સાથે આડોસંબંધનો આક્ષેપ કર્યો છે.

શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી રાજેન્દ્ર કોલોની સોસાયટીમાં રહેતા રાજેશભાઇ અંબાલાલ પટેલનાં પત્ની સરોજબેન (37) શનિવારે ઘરે એકલા હતા, તે દરમિયાન પંખાના વાયરમાંથી જમણા અંગુઠા ઉપર કરંટ લાગતાં ઘટના સ્થળે મોત થયું હતું. નોકરીએથી પરત આવેલા તેમના દીકરા ચિરાગે તેની માતાને જમીન ઉપર પડેલ જોતાં તેમની ઉપર પડેલ વાયરને હટાવવા જતાં તેને પણ વીજકરંટ લાગ્યો હતો. જોકે ચિરાગ સદનસીબે વીજકરંટમાંથી છુટી ગયો હતો. બનાવ અંગે ચિરાગભાઇએ પોલીસને જાણ કરાતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક સરોજબેનના ભાઇ સંજયકુમાર મણીલાલ પટેલે તેમની બહેનને તેના પતિ રાજેશભાઇ દ્વારા વારંવાર શારિરીક- માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી ત્રાસ સહન થતાં પોતાની જાતે કરંટ લઇ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ આપી છે. જેમાં સંજયભાઇએ તેમની બહેન સરોજનાં લગ્ન 22 વર્ષ પહેલાં થયા હતા, બહેનને મકાન હોવાથી તેમણે લઇ આપ્યું હતું, જે મકાન નામે કરાવવા તેમના પતિ વારંવાર ત્રાસ આપતા હતા. ઉપરાંત તેણીના પતિને એક મહિલા સાથે આડોસંબંધ હોય બે માસ અગાઉ તેમની બહેનને ઘરમાંથી કાઢી પણ મુકી હતી. બાદમાં તેમણે સમજાવી પરત લાવ્યા હતા. પતિના વારંવારના ત્રાસથી તેમની બહેને આત્મહત્યા કરી હોવાનું સંજયભાઇએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે.

{પતિએ ત્રાસ આપી મરવા માટે મજબૂર કર્યાની મૃતકના ભાઇની ફરિયાદ