માત્ર કાલ્પનિક તરંગો છે : વિજ્ઞાનજાથા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાની મહિલા કહે છે,ચડ્ડી અને માસ્કધારી શખસ ચોટલી કાપી ગયો : પોલીસે એફએસએલની મદદ લીધી


મૂળમોટપ ગામના અને હાલ મહેસાણામાં વાઇડ એંગલ સિનેમા સામે ગેરેજ પાછળ રહેતાં ગીતાબેન બળદેવભાઇ રાવળ શનિવારે રાત્રે 10 વાગે ખુલ્લી ઓસરીમાં ટોયલેટ ગયાં હતાં. આસપાસ બાવળની ઝાડી છે, ત્યાં એક શખસ મહિલાનો અંબોડો ખેંચી ચોટલી કાપીને નાસી ગયો હતો. ભોગ બનનાર ગીતાબેને જણાવ્યું કે, પહેલાં તો પાછળ કૂતરું આવ્યું એમ લાગ્યું પણ વાળ કપાયા એટલે તરત ખબર પડી અને જોયું તો કૂતરાનો માસ્ક પહેરેલો ચડ્ડી પહેરેલો શખસ હતો. બૂમાબૂમ કરતાં તે નાસી ગયો હતો. પોલીસ પૂછપરછ કરવા આવી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું કે, ચોટલી કપાયાનું લાગતું નથી, છતાં સઘન તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે.

જ્યારે ખેરાલુના વાલાપુરામાં ઘરઆંગણે સૂતેલી લક્ષ્મીબેન ફુલાજી ઠાકોર નામની મહિલાની ચોટલી કપાઇ જતાં તે બેહોશ થઇ ગઇ હતી. તેમણે લાલ કપડાં પહેરેલા પુરુષે ચોટલી કાપ્યાનું જણાવ્યું હતું. જ્યારે ડભાડ ગામમાં રૂકસાનાબેન અલ્લાખાન સિપાઇ ખેતરમાં કામ કરતી હતી, તે સમયે તેની ચોટલી કપાઇ જતાં તેણીને પણ અર્ધબેભાન હાલતમાં સિવિલમાં લવાઇ હતી.

મહેસાણાનાં ગીતાબેન બળદેવભાઇ રાવળ

ચમત્કારની ઘટના સાબિત કરે તો રૂ.21 લાખનું ઇનામ

આવીઘટના જે તે વ્યક્તિ દ્વારા અથવા નજીકની કોઇ વ્યક્તિ દ્વારા સામૂહિક ભ્રમણ છે. આવી કોઇપણ ચમત્કારિક ઘટના જો કોઇ સાબિત કરે તો તેને અમારી સમિતિ તરફથી રૂ. 21 લાખનું ઇનામ અપાશે તેમ બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના ચેરમેન અશ્વિન કારીયાએ જણાવ્યું છે.

^ચોટલી કાપવાની ઘટના માત્ર વાતો કરી હોય તેનાથી કાલ્પનિક તરંગો દ્વારા ચિત્રો દેખાય છે. પરંતુ તેના કોઇ સાઇન્ટીફીક આધાર, પુરાવા મળતા નથી. ચોટલી કાપવાની ઘટના માનવસર્જીત છે. રાજકોટમાં બનેલી 2 ઘટના જાથાએ ખુલ્લી પાડી તેમની પાસેથી કબૂલાતનામું તેમજ માફીપત્ર લખાવ્યું છે. ગુનો પણ નોંધાઇ શકે છે. > જયંતપંડ્યા, રાજ્યચેરમેન વિજ્ઞાનજાથા

અન્ય સમાચારો પણ છે...