તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસમાં છાત્રાનો મોબાઇલ ચોરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરએસટી ડેપોમાં ઊભેેલી બસમાં ચડવા જતી વિદ્યાર્થિનીના થેલામાંથી ગઠિયો મોબાઇલ તફડાવી ગયો હતો. જે અંગે તેણીએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ઊંઝા તાલુકાના ભુણાવ ગામની આરજુબેન રાજેશભાઇ પટેલ બાસણા મર્ચન્ટ બીએસસી કોલેજમાં એફવાય બીએસસીમાં અભ્યાસ કરે છે. આરજુબેન ગત 22 સપ્ટેમ્બરના રોજ કોલેજમાં અાવ્યા હતા. જ્યાં તેઓ વિસનગર ડેપોમાં વિસનગર- સિદ્ધપુર બસમાં ચડવા જતા હતા. તે દરમિયાન અજાણ્યો શખસ તેમના થેલામાં રહેલો રૂ.5850ની કિંમતનો મોબાઇલ ચોરી છૂ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...