નદી અને કેનાલના પાણીનું મોનિટરીંગ હવે મોબાઇલથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
S.R. પટેલ એન્જિનિયરિંગ કોલેજના છાત્રોની શોધ

ઊંઝાનીએસ. આર.પટેલ એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસર હર્ષદકુમાર પટેલ અને પ્રોફેસર ઉત્કર્ષ નિગમના માર્ગદર્શન હેઠળ સિવિલ અને મિકેનીકલ વિભાગના સાવન પટેલ, પ્રાંશુ મેવાડા, રીહેન મોદી, પ્રિયંક પટેલ અને તેમની ટીમે એક એવી શોધ કરી છે કે, જેનાથી નદીઓ અને કેનાલોમાં વહેતા પાણીનું મોનીટરીંગ મોબાઇલ અને ઇન્ટરનેટની મદદથી સરળતાથી કરી શકાય છે. જેને લઇ નદીઓ અને કેનાલમાં આવતાં પાણીના વધુ પ્રવાહ અંગે જાણકારી મેળવી શકાય છે.

એટલુ નહી પાણીમાં રહેલા પીએચ વેલ્યુ, પાણીના પ્રવાહનું નિયંત્રણ, પરાશ અંગે માહિતી ઉપરાંત કેનાલોમાંથી ચોરાતા પાણીની માહિતી મેળવી અટકાવી શકાય છે.

હાલમાં પ્રોજેક્ટ પાણીની સપાટીની સતત ચકાસણી અને દેખરેખ માટે બાલીસણામાંથી પસાર થતી કેનાલ પર ચાલુ કરાયો છે. તેમજ ગેટ ઓપરેશન માટે ધરોઇની કેનાલ પર સુરજનગર, ડાભી અને ઊંઝા ખાતે શરૂ કરાયો છે. પ્રોજેક્ટ તમામ કેનાલ પર લાગે તે માટે એસઇ એમ.બી.પટેલ, એસડબ્લ્યુના એસઇ કિર્તીદા ગાંધી અને વિસનગર સુજલામના ઇઇ ડી.સી.પટેલ દ્વારા ચકાસણી કરાઇ છે.