તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરની GIDCમાં પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ ભભૂક્તા દોડધામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગરનીજી.આઇ.ડી.સી.માં આવેલ પ્લાસ્ટીકની ફેક્ટરીના ઉપરના માળે એકાએક આગ લાગતાં દોડધામ મચી હતી જ્યાં આગને કાબુમાં લેવા માટે વિસનગર ફાયર ફાઇટરની બે ગાડી દોડી આવી જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જ્યાં આગને કારણે કેટલુ નુકસાન થયું તે અંગેની જાણકારી મળી નથી.

શહેરની જી.આઇ.ડી.સી.માં આવેલ બાદલ ઇન્ડસ્ટ્રીઝ નામની પ્લાસ્ટીકની ફેક્ટરીમાં સોમવારના રોજ એકાએક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટા ઉપર સુધી ફેલાતાં ઘટના સ્થળે લોકોનાં ટોળા એકઠા થયા હતા.આ અંગે વિસનગર ફાયર ફાઇટરને જાણ કરતાં ફાયરની બે ગાડીઓ તેમજ એક ટેન્કરની મદદથી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને દોઢ કલાકની જાહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી તે હજુ સુધી સ્પષ્ટ થવા પામ્યું નથી. મામલતદાર, પાલિકાના પ્રમુખ દોડી આવ્યા હતા.

પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ લાગતાં ધૂમાડાના ગોટા વળ્યા. તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો