તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • મુખ્યમંત્રીની સ્કીમના નામે નિવૃત્ત શિક્ષકો સાથે 50 હજારની ઠગાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્યમંત્રીની સ્કીમના નામે નિવૃત્ત શિક્ષકો સાથે 50 હજારની ઠગાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાનાધામણવા ગામના બે નિવૃત્ત શિક્ષકોને મુખ્યમંત્રીની સ્કીમ બતાવી બંનેને વિશ્વાસમાં લઇ રૂ.50 હજાર પડાવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.

ધામણવા ગામના પુંજાભાઇ પુરષોત્તમભાઇ પટેલને સાત માસ અગાઉ એક શખસ સફેદ કલરની ગાડી લઇને આવ્યો હતો અને તમે નિવૃત શિક્ષક છો, મુખ્યમંત્રી આનંદીબેનની સ્કીમ છે કે જેમાં નિવૃત્તને 70 હજાર આપવાના છે. જેના બદલામાં મને રૂ.25 હજાર આપો તમને એક કલાકમાં રૂ.70 હજાર મળી જશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. આથી પુંજાભાઇએ તેમના ગામના પટેલ ઇશ્વરભાઇ બાભઇદાસ પણ નિવૃત્ત શિક્ષક હોવાનું જણાવતાં શખસે તેમના ભાઇ સોમાભાઇને વિશ્વાસમાં લીધા હતા અને બંને પાસેથી રૂ.25-25 હજાર મળી 50 હજાર રૂપિયા લઇ તમે બેસો હું ગાડીમાંથી પૈસા લઇને આવું છું તેમ કહી રફુચક્કર થઇ ગયો હતો. જોકે, બંને નિવૃત્ત શિક્ષકોએ તપાસ કરતાં શખસ રિટાયર્ડ શિક્ષકો સાથે છેતરપિંડી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પુંજાભાઇને મહેસાણામાં દિનેશ બારોટ નામનો શખસ નિવૃત્ત કર્મીઓને છેતરી પૈસા લઇ લાભ આપ્યો હોવાનું જાણવા મળતાં તેમણે દિનેશ બારોટ સામે છેતરપિંડીની ફરિયાદ આપી હતી.

વિસનગરના ધામણવાના વડીલો સાથે છેતરપિંડી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો