તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • મહેસાણાના ખેડૂતોને સિટ્રસ અને શાકભાજીની ખેતી માટે જરૂરી તાલીમ અને માર્ગદર્શન પણ મળી રહેશે

મહેસાણાના ખેડૂતોને સિટ્રસ અને શાકભાજીની ખેતી માટે જરૂરી તાલીમ અને માર્ગદર્શન પણ મળી રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબુનીખેતીમાં રાજ્યમાં પ્રથમ ક્રમ ધરાવતા મહેસાણા જિલ્લાના ખેડૂતોને સિટ્રસ (લીંબુ, મોસંબી જેવા ફળ) અને શાકભાજીની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા માટે તાલીમ અને માર્ગદર્શન મળી રહે તે માટે વિસનગર તાલુકાના સુંશી ગામની સીમમાં 11 હેક્ટર વિસ્તારમાં સેન્ટર ઓફ એક્સેલેન્સ બનાવવાની તૈયારીઓ બાગાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં પોરબંદર, રાજકોટ, વલસાડ અને મહેસાણા જિલ્લામાં એમ કુલ 4 સેન્ટર ઓફ એક્સેલેન્સ બનાવાના છે. વિસનગરના સુંશી ગામની સીમમાં વર્ષોથી બંધ પડેલા શીડ્સ ફાર્મની 20.35 હેક્ટર જમીન પૈકી 11 હેક્ટર જમીન સેન્ટર ઓફ એક્સેલેન્સ માટે ફાળવવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે.

જમીન ફાળવાયા બાદ બાગાયત વિભાગ દ્વારા અહીં તાલીમ ભવન તેમજ ડેમોસ્ટ્રેશન માટેના પ્લોટ વિકસાવવાની કામગીરી હાથ ધરાશે. પ્લોટીંગમાં લીંબુ જેવા પાક તૈયાર થતાં તો ત્રણેક વર્ષ લાગશે પરંતુ એકાદ વર્ષમાં તાલીમ ભવન તૈયાર થઈ ગયા બાદ અહીં બાગાયત અધિકારી અને સુપરવાઈઝરોનો સ્ટાફ કાર્યરત કરાશે.

સેન્ટરમાં ખેડૂતોને લીબું વર્ગના પાક અને શાકભાજી પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિથી વધુ ઉત્પાદન મેળવવા સહિતની તાલીમ અને માર્ગદર્શન અપાશે તેમ નાયબ બાગાયત નિયામક બિપીન રાઠોડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...