તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણોતધારાની શરતોનો ભંગ કરતા 297 ખેડૂતોની જમીન સરકાર હસ્તક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાવહીવટીતં‌ત્ર હેઠળની ગણોતશાખામા વર્ષોથી ચાલતા ગણોતધારાના કેસોમા ચાર તાલુકાના 297 ખેડૂતોએ પોતાને મળેલી જમીન બાદ જે તે વખતે કરેેલા હુકમો અને શરતોનુ પાલન કરવાથી આવેલી જમીન ખોવાનો વારો આવ્યો છે. એટલે કે તમામ ખેડૂતોની જમીન તંત્રએ આંચકી લઇ સરકારી પડતરમા દાખલ કરી દીધી છે. દેશની આઝાદી પછીના ખેડે તેની જમીનના કાયદા બાદ અનેક ગણોતિયાને જમીનની લ્હાણી થઇ હતી તો કેટલાય જમીન માલિકોને જમીન ખોવાનો વારો આવ્યો હતો. જેના કેસો આજેપણ કૃષિપંચમા ચાલી રહ્યા છે અને સંબંધિતો જમીન મેળવવા લડી રહ્યા છે.

મહેસાણા તાલુકા કૃષિપંચ મામલતદાર હેઠળ મહેસાણા, વિજાપુર, વિસનગર અને ઉંઝાનો સમાવેશ થાય છે. કૃષિપંચમા હાલની સ્થિતિએ ગણોતધારાના કુલ 1054 કેસો ચાલી રહ્યા છે ત્યારે તે પૈકી 297 એવા કેસો છે કે જેમણે કલમ 43નો ભંગ કર્યો હોવાથી તેમના પર કલમ 84સી લાગૂ પડી છે. જેના કારણે તમામની જમીન જિલ્લા તંત્રએ આંચકી લઇ સરકારી પડતરમા દાખલ કરી દીધી છે. જમીન સોના સમાન છે ત્યારે કલમ 43 હેઠળ ચોક્કસ શરતોનુ જાણ્યે-અજાણ્યે ભંગ કરતા અંદાજીત 500હેક્ટરથી વધુ વિસ્તારની જમીન સરકારી પડતરમા જતી રહી છે જેને ફરી એકવાર પોતાને નિર્દોષ સાબિત કરી પરત લેવા કુલ 297કેસ સંબંધિત અરજદારોએ કૃષિપંચમા ઘા નાખી કાયદાકીય લડતમા ફસાવુ પડ્યુ છે. હકીકતે ગણોતધારાની કલમ 43 મુજબ મળેલ જમીનનુ વેચાણ,

..અનુસંધાન8 પર

ગણોતધારાની શરતોનો

ગીરોખતકે લોહીના સંબંધ સિવાયનાને તબદીલી થઇ શકતી નથી. ગણોતધારા મુજબ કેસોમા ગણોતિયા તેમજ જમીનમાલિકને કેસ દરમ્યાન અંતિમ સુનાવણીમા કેટલાક હુકમોનુ આજીવન તો કેટલાકનુ સતત 15 વર્ષ પાલન કરવાનુ હોય છે. જેનો ભંગ કરવામા આવે તો તેની જમીન સરકારી પડતરમા દાખલ થઇ જાય છે.

બનાવનાદોઢ મહિના

ઘરેગયા હતા અને અહી બિભત્સ અપશબ્દો બોલી જાનથી મારીનાખવાની ધમકીઓ આપી કોર્ટમા કરેલો કેસ પાછો ખેંચી લે નહી તો તને અને તારા પરિવારને સુખ ચેનથી જીવવા નહી દઉ તેવી ધમકી આપીને દંપતીને ગડદા પાટુનો મારમાર્યો હતો.હુમલા દરમિયાન તેઓ પુરૂષોતમભાઇની પત્ની પુષ્પાબેનના હાથમા રહેલુ રોકડ ભરેલુ પાકીટ લૂંટી ગયા હતા.બનાવના દોઢ મહિના બાદ શહેર ડીવીજન પોલીસે પુષ્પાબેનની ફરિયાદ લઇ નિવૃત જમાદાર ગાંડાલાલ,મંજુલાબેન ગાંડાભાઇ,રામીબેન ગણેશભાઇ વિરૂધ્ધ હુમલો અને લૂંટનો ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.વેરહાઉસના

ટોળકીગોડાઉનનુંતાળુ તોડી અંદર પ્રવેશેલ.અહી રહેલી તમામ બોરીઓ વેરવિખેર કરી મુંકનાર તસ્કરો અત્રેથી રૂ 1,80 લાખની કિંમતના એરંડાની 150 જેટલી બોરીઓ ચોરી ગયા હતા.અહી ગોડાઉનમાં મુંકેલા માલનું સ્ટોક પત્રક કંપનીમાં રહેતું હોઇ બનાવ સમયે એરંડાની કેટલી બોરીઓ ચોરી થઇ તે બાબતે કોઇ નિર્ણય થઇ શક્યો નોહતો પરંત તાજેતરમાં થયેલી ગણતરી મુજબ અેરંડાની 150 બોરીની ચોરી થયાનું ખુલ્યું હતું.આ અંગે કડીના રમેશસીંગ બ્રુધસીંગ રાજપૂતે નંદાસણ પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોધાવતા પોલીસે ડોગ અને એફએસએલની મદદથી તપાસ હાથધરી છે સાથોસાથ ઘટના સ્થળ નજીક લગાવેલા સીસી કેમેરાના ફુટેજની પણ ચકાસણી હાથધરી છે.

બોક્ષ : ટુંડાવગામે બે મંદિરોના તાળા તૂંટ્યા

ઊંઝા તાલુકાના ટુંડાવગામે આવેલા મહાકાળી અને મહાકાળી માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.જેમાં બન્ને મંદીરના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ ગોલખના તાળા તોડી રોકડ રૂ 11હજાર અને 3 હજારની કિંમતનું ઢોલક યંત્ર મળી કુલ રૂ 14હજારની મત્તા ચોરી ગયા હતા.મંદિર ચોરીની જાણ શનિવારે વહેલી સવારે થતા મનોજકુમાર વિઠ્ઠલભાઇ પટેલે ઊંઝા પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોધાવતા પીએસઆઇ આર.એમ.રબારીએ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...