તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગર | વિસનગરતાલુકાના વડુ ગામમાં રહેતાઆધેડ ઉપર ગામના શખ્સે ફરસી

વિસનગર | વિસનગરતાલુકાના વડુ ગામમાં રહેતાઆધેડ ઉપર ગામના શખ્સે ફરસી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | વિસનગરતાલુકાના વડુ ગામમાં રહેતાઆધેડ ઉપર ગામના શખ્સે ફરસી વડે હૂમલો કરી મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાડ આધેડની પત્નીએ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વડુ ગામમાં રહેતા તારાબેનના પતિ બાબુજી રણછોડજી શુક્રવારના રોજ ગામમાં આવેલ ગોગા મહારાજના ચોકમાં ઉભા હતા તે દરમિયાન ગામના ઠાકોર જેણાજી રામાજી નામના શખ્સે કોઇકારણોસર બાબુજી ઉપર ફરસી વડે હૂમલો કરી મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યાં આજુબાજુમાંથી લોકો ભેગા થઇ જતાં ગંભીર રીતે ઘાયલ બાબુજીને સારવાર અર્થે વિસનગરની સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા છે. બનાવ અંગે તારાબેને વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ઠાકોર જેણાજી રામાજી વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...