• Gujarati News
  • વાસ્મોમાં ડિરેક્ટર તરીકે નિમણૂંક અપાઇ

વાસ્મોમાં ડિરેક્ટર તરીકે નિમણૂંક અપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |તાલુકાના કુણઘેરમાં 1008 પ્રગટ પ્રભાવકની દેમત માતાજીની નવા મંદિરની ચતુર્થ વર્ષગાંઠની સાલગીરી પ્રસંગે દોશી અમરતલાલ વાઘજીભાઇ પરિવાર તરફથી નવકારશી તેમજ ધજાદંડ ચઢાવાયો હતો. ભક્તિરસ અને રાસ ગરબાની રમઝટ જામી હતી.

કુણઘેરમાં દેમત મૈયાના મંદિરની સાલગીરી

પાટણ |ધોળકા ખાતે યોજાયેલી બહેનોની રાજ્ય કક્ષાની જૂડો સ્પર્ધામાં પાટણની વી.કે. ભૂલા હાઇસ્કૂલની સ્પર્ધક પલક ઠાકોરે અંડર-16માં બ્રોન્ઝ મેડલ, રૂ. 5000 રોકડ, જ્યારે એબોવ-16માં કોમલ સોલંકી ગોલ્ડમેડલ, રૂ. 10 હજાર રોકડ પુરસ્કાર મેળવ્યો હતો.

જૂડો સ્પર્ધામાં રાજ્ય ક્ક્ષાએ મેડલ જીત્યા

પાલનપુર |વાધણાના રમેશભાઇ પરમારે પાલનપુરની લેબોરેટરીમાં કામ કરતા જગદીશની હત્યા કરી હતી. જે બાદ સોમવારે તેમની પત્નીનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનિય છેકે રમેશભાઈની પત્નીને જગદીશ સાથે આડાસંબંધો હતા.જે મુદ્દે તેની હત્યા કરાઈ હતી.

એગોલા ગામના યુવકના હત્યારાની પત્નીનું મોત

મહેસાણા |કટોસણની એસ.એમ. વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક, કસલપુરાના વતની અને ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ડી.કે. પટેલની ગુજરાત સરકાર દ્વારા વાસ્મોમાં ડિરેક્ટર તરીકે નિમણૂંક કરાઇ છે.

હાલાકી | વિસનગરએસ.ટી. ડેપો સ્થિતએસબીઆઇનું એટીએમ છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં એટીએમ કાર્ડધારકોને ધક્કા ખાવા પડતાં રોષ ફેલાયો છે./ભાસ્કર

એટીએમ બંધ