તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના અંબિકાનગરમાં રાત્રે વીજકરંટથી યુવકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગાસુ ખાતાં હાથ વીજવાયરને અડી જતાં દુર્ઘટના

શહેરનાવિસનગર રોડ પર આવેલી ન્યુ અંબિકાનગર સોસાયટીમાં મંગળવારે રાત્રે ગેલેરીમાં ઉભેલા યુવાનનો હાથ બગાસુ ખાતી વેળાએ ધાબા ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જતાંં મોત થયું હતું.

ન્યુ અંબિકાનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ જયંતીભાઈ નાઈ (35) હેરસલુન ધરાવતા હતા. મંગળવારે રાત્રે 10 વાગે જમીને મકાનના પ્રથમ માળે ગેલેરીમાં ઉભા રહી વાતચીત કરતા હતા. ત્યારે બગાસુું આવતાં હાથ ઉંચા કરીને આગળની તરફ નમતાં ધાબા ઉપરથી પસાર થતો હેવી વીજવાયરે ખેંચી લીધા હતા. ઘટનાને નજરે જોનારા પડોશીઓ પાણી ભરેલી ડોલો મહેશભાઈ ઉપર ઠાલવી લાયન્સ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. લાશને સિવિલમાં પીએમ માટે લઈ જવાતાં રહીશો અત્રે પહોંચ્યા હતા અને વીજ કંપનીની નિષ્ક્રિયતાના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...