તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • સમાજને મળેલ 70 લાખના દાનનું વ્યાજ રૂ.8.40 લાખ સમૂહલગ્નમાં ભાગ લેનારી કન્યાઓને રોકડમાં અપાશે

સમાજને મળેલ 70 લાખના દાનનું વ્યાજ રૂ.8.40 લાખ સમૂહલગ્નમાં ભાગ લેનારી કન્યાઓને રોકડમાં અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર આઠ ગામ કડવા પાટીદાર સમાજે સમૂહલગ્નને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમાજમાંથી મળેલા રૂ.70 લાખ દાનના વ્યાજની રકમ રૂ.8.40 લાખ સમૂહલગ્નમાં ભાગ લેનારી કન્યાઓને રોકડમાં આપવામાં આવશે. 26 વર્ષ પૂર્વે ઉત્તર ગુજરાતમાં સમૂહલગ્નની શરૂઆત આ સમાજે જ કરી હતી અને સમૂહલગ્નને વધુ પ્રોત્સાહન મળે તે માટે આ નિર્ણય કરાયો છે. રાત્રિ સમૂહલગ્નની પહેલ પણ આ સમાજે જ કરી હતી.

વિસનગર અાઠ ગામ કડવા પાટીદાર સમાજની સાધારણ સભા કડા રોડ સ્થિત સંકુલમાં મળી હતી. જેમાં સમાજમાંથીી મળેલા 70 લાખ રૂપિયાના દાનની ચર્ચામાં દાનની રકમનું વ્યાજ સમૂહ લગ્નમાં ભાગ લેનાર કન્યાને રોકડરૂપે અાપવા સમાજના પ્રમુખે સૂચન કર્યું હતું.

જેને પગલે ઉપસ્થિત સમાજના લોકોએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. જે માટે જીવનસહાય યોજના ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરાઇ હતી અને 440 ફોર્મ ભરાયાં હતાં.

આ અંગે પ્રમુખ રાજુભાઇ પટેલ (આરકે)એ જણાવ્યું કે, 26 વર્ષ અગાઉ ઉત્તર ગુજરાતમાં સમાજે સમૂહ લગ્નની પહેલ કરી હતી. જેમાં અત્યાર સુધી સમાજને રૂ.70 લાખ દાન મળ્યું છે અને હજુ પણ સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને વધુને વધુ કન્યાઓ જોડાય તે માટે વ્યાજની રકમ રોકડમાં ચુકવવા નિર્ણય કરાયો છે. સમાજ દ્વારા સમૂહ લગ્નમાં જોડાનાર કન્યાઓને અન્ય સામગ્રી જ આપે છે, પરંતુ રોકડ રકમ પણ વધુ મળે તે માટે સમાજ પ્રયત્નશીલ છે. ગત વર્ષે સમૂહ લગ્નને 25 વર્ષ પૂર્ણ થતાં સમાજ દ્વારા રજત જયંતી મહોત્સવ ઊજવાયો હતો. અત્યાર સુધીના સમૂહ લગ્નોમાં ભાગ લેનાર 473 કન્યાઓનો સત્કાર સમારંભ પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...