• Gujarati News
  • વિસનગરમાંથી 30 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

વિસનગરમાંથી 30 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરશહેર પોલીસે બાતમીને અાધારે શહેરના સિવીલના પાછળ આવેલ રહેણાંક મકાનમાં રેડ કરતાં 30 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જ્યારે પોલીસને જોઇ આરોપી ફરાર થઇ ગયો હતો.

શહેર પોલીસનો સ્ટાફ શનિવારે રાત્રે પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન શહેરની સિવીલ હોસ્પિટલ પાછળ રહેતો અરવિંદજી કુવરજી ઠાકોર નામનો શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે રેડ કરતાં પોલીસને જોઇ અરવિંદજી ફરાર થઇ ગયો હતો જ્યાં ઘરની તલાશી દરમિયાન વિદેશી દારૂની 30 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.7800નો મુદ્દામાલ કબજે લઇ ફરાર અરવિંદજી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.