• Gujarati News
  • વિસનગરમાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી

વિસનગરમાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરશહેર અને તાલુકા પોલીસ શનિવારે સાંજે શહેરના બહુચરનગર (વ્હાંના છાપરાં) વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર ત્રાટકી વોશ, દેશી દારૂ અને બાઇક મળી રૂ.90,400નો મુદ્દામાલ કબજે લઇ સાત શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે બહુચરનગર (વ્હાંના છાપરાં)માં ચાર સ્થળોએ રેડ કરી 15,900 લિટર વોશ, દેશી દારૂ અને એક બાઇક મળી ઠાકોર રમેશજી સરતાનજી નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે રૂ.90,400નો મુદ્દામાલ કબજે લઇ ઝડપાયેલા શખ્સ સહિત ફરાર ઠાકોર કાન્તીજી હેમાજી, દશરથજી પ્રતાપજી, દિપકજી દશરથજી, ઠાકોર દિનેશજી રણછોડજી, ઠાકોર વિનુજી સરતાનજી અને ઠરત્નાજી સરતાનજી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છ.