તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગરમાં નૂતન અમૃત મહોત્સવનો ભવ્ય શોભાયાત્રા સાથે પ્રારંભ કરાયો

વિસનગરમાં નૂતન અમૃત મહોત્સવનો ભવ્ય શોભાયાત્રા સાથે પ્રારંભ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરમાંશનિવારના રોજ નૂતન અમૃત મહોત્સવનો સવારે 75 કિલોની કેક કાપી નગરમાં ભવ્ય શોભાયાત્રા સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે સાથે લોકો ઉમટી પડ્યા હતા. અેક કિ.મી. જેટલી લાંબી શોભાયાત્રામાં ઝવેરા માથે લીધેલ વિદ્યાર્થીઓ સહિત વિવિધ દસ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

વિસનગરની નૂતન કેળવણી મંડળ સંચાલિત નૂતન સર્વ વિદ્યાલયને 75 વર્ષ પૂર્ણ થતાં શનિવારના રોજ નૂતન સ્કૂલના પ્રાંગણમાં ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ પ્રકાશભાઇ પટેલ સહિત ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં 75 કિલોની કેક કાપી મહોત્સવનો શુભારંભ કરાયો હતો ત્યારબાદ નગરમાં શોભાયાત્રા નીકળી હતી. દસ જેટલા વિવિધ ટેબ્લો સાથે નવ કલાકે નીકળેલી એક કિ.મી. જેટલી લાંબી શોભાયાત્રા નૂતન સ્કૂલથી નીકળી રેલ્વે ફાટક, જી.ડી.હાઇસ્કુલ, ગૌરવપથ, ગોવિંદચકલા ચાર રસ્તા, ગુંદીખાડ, સાત ચકલી, દિપક ચારરસ્તા, સવાલા દરવાજા, કમાણા ચાર રસ્તા થઇ સાડા અગિયાર વાગ્યે સાંકળચંદ યુનિ.એ પહોંચી હતી જ્યાં સંસ્થાના સંસ્થાપક સાંકળચંદભાઇ શેઠની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સમાપન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાનું વિવિધ સ્કુલો, વેપારી મહામંડળ સહિત વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે સાંજે યુનિ. કેમ્પસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા જેમાં રાજ્યકક્ષાના મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જિલ્લા કલેક્ટર આલોકકુમાર પાંડે સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

વિસનગરમાં નૂતન સ્કૂલ્ને 75 વર્ષ પૂર્ણ થતાં નૂતન અમૃત મહોત્સવ નિમિત્તે ભવ્ય શોધાયાત્રા કાઢવામાં આવી હતી. - તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...