તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • યુવકને આપઘાત માટે મજબૂર કરનારા બે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ

યુવકને આપઘાત માટે મજબૂર કરનારા બે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતીની હત્યાનાં કેસમાં મદદગારોનાં જામીન ફગાવાયા

પાલનપુરતાલુકાના સોનગઢ ગામના એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી શુક્રવારે સેલફોસની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત સુધારા ઉપર છે. દરમિયાન અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે પાલનપુરના લક્ષમીપુરાના બે વ્યાજખોરો સામે ગૂનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના સોનગઢ ગામે નાઇના વ્યવસાય સાથે સંકળાયેલા વિરાભાઇ કેશવલાલ સોલંકીએ અગાઉ વ્યાજે નાણાં લીધા હતા.જે સમયસર આપતાં વ્યાજખોરો પાલનપુરના જુનાલક્ષ્મીપુરા ગામે રામજીનગર પાસે રહેતા શૈલેષભાઇ શામળભાઇ પટેલ અને નવા લક્ષ્મીપુરામાં અખલના ઓટલાની સામે રહેતા ભીખાભાઇ હિરાભાઇ પટેલે કડક ઉઘરાણી શરૂ કરી હતી. અને ધાક - ધમકીઓ આપતા હતા. જેનાથી ત્રાસી જઇ વિરાભાઇએ શુક્રવારે સેલફોસની ગોળીઓ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શનિવારે તેમની તબિયત સુધારા ઉપર છે. દરમિયાન અંગે તેમણે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે શૈલેષભાઇ પટેલ અને ભીખાભાઇ પટેલ સામે ગૂનો નોંધી હેડકોન્સટેબલ જાકીર હુસેને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...