તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • એક સાઇડનો વાહનવ્યવહાર બંધ કરાયો, ભારે જહેમત બાદ સાબરમતીના કર્મચારીઓએ સમારકામ હાથ ધર્યું

એક સાઇડનો વાહનવ્યવહાર બંધ કરાયો, ભારે જહેમત બાદ સાબરમતીના કર્મચારીઓએ સમારકામ હાથ ધર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકાના સવાલા ગામમાં પસાર થતી પીએનજી ગેસની પાઇપલાઇનમાંથી ગેસ ફાટતાં ધડાકો થયો હતો જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. જ્યાં એકાએક આગ ફેલાતાં થોડાક સમય માટે એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો હતો.

મહેસાણાથી વિસનગર આવતી સાબરમતી ગેસની પીએનજી પાઇપલાઇન સવાલા ગામના ગરનાળા નીચે ફાટતાં મોટો ધડાકો થયો હતો હતી જ્યાં લીકેજ પાઇપમાંથી ગેસ નીકળ્યા બાદ એકાએક આગ લાગતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી અને આગ 30 ફુટ કરતાં પણ વધુ ઉંચે જતાં ઉપર પસાર થતા વાયરો સુધી ફેલાઇ હતી જ્યારે આગ આજુ બાજુના ઉકરડાઓ તેમજ સામેના મકાનો તરફ જતાં લોકોમાં ભય પ્રસર્યો હતો. સરપંચ સહિતના અગ્રણીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી સાબરમતી કંપની તેમજ વીજકંપનીને જાણ કરતાં કર્મચારીઓએ દોડી આવી ગેસ પુરવઠો અને વીજપુરવઠો બંધ કરી દીધો હતો અને વિસનગર ફાયર ફાઇટરે આજુબાજુમાં લાગેલ આગને કાબુમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...