તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • કેતન પટેલના અપમૃત્યુ મામલો : ન્યાય માટે ચોથા દિવસે પણ પાટીદારો સિવિલમાં અડીખમ

કેતન પટેલના અપમૃત્યુ મામલો : ન્યાય માટે ચોથા દિવસે પણ પાટીદારો સિવિલમાં અડીખમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર, ઊંઝા અને વિજાપુર તાલુકાના પાટીદારોએ મહેસાણા સિવિલમાં આવી ન્યાયની લડતમાં જોડાયા

બલોલનાકેતન પટેલના અપમૃત્યુને 4-4 દિવસનો સમય વિત્યો હોવા છતાં પરિવારને ન્યાય મળતાં શનિવારે પણ મોટી સંખ્યામાં પાટીદારો સિવિલમાં હાજર રહ્યા હતા. અસહ્ય ઉકળાટ વચ્ચે પાટીદાર સમાજે ધરણાં પર બેઠેલા પાટીદારો માટે સિવિલના કમ્પાઉન્ડમાં પાથરાણાં, કાપડની છત, પિવાનું પાણી તેમજ પંખાની વ્યવસ્થા કરાઇ હતી.

બલોલના કેતન પટેલના અપમૃત્યુથી આક્રોશમાં આવેલા પાટીદાર સમાજે મૃતકના પરિવારને ન્યાય મળી રહે તે માટે 4-4 દિવસથી સિવિલમાં ધામા નાખ્યા છે. ઝાડની ઉપર કાપડની છત બનાવી નીચે પાથરાણાં પાથરી સવારથી રાત સુધી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના પાટીદારો 4 દિવસથી મોટી સંખ્યામાં પાટીદારો સિવિલમાં હાજર રહી સરકાર સામે ન્યાયીક લડાઇ લડી રહ્યા છે. ન્યાયની લડત ચલાવી રહેલા પાટીદારોને પિવાનું પાણી મળી રહે તે માટે સમાજ દ્વારા ઠંડા પાણીના જગ દિવસમાં 3 વખત પુરી પાડવામાં આવી રહ્યા છે. શનિવારે ભારે ઉકળાટથી ન્યાય માંગ સાથે બેઠેલા પાટીદારોને હાલાકી પડે તે માટે ચારેક પંખા લગાવાયા હતા. બીજી બાજુ મૃતક કેતન પટેલના પરિવારને ન્યાય મળી રહે તે માટે લડતમાં માત્ર હવે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના પાટીદારો સિમીત રહેતાં અન્ય તાલુકાઓના પાટીદારોને પણ સાંકળી લીધા છે. અલગ-અલગ દિવસે વિસનગર, ઊંઝા અને વિજાપુર તાલુકાના પાટીદારોએ મહેસાણા સિવિલમાં આવી ન્યાયની લડતમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...