તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

મહેસાણા | શહેરનાવિસનગર રોડ પર આવેલી અમનપાર્ક સોસાયટી નજીક શુક્રવારે સવારે 8-30 વાગે પટેલ જનકભાઇ રતીલાલ બાઇક (જીજે 2 એપી 3238) લઇને જતા હતા ત્યારે એક્ટીવા (જીજે 2 સીબી 6325)ના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. તેમજ ઉશ્કેરાયેલા એકટીવા ચાલક અને તેની પાછળ બેઠેલા સાથીએ જનકભાઇ સાથે માથાકુટ કરી ઝપાઝપી કરી હતી. દરમ્યાન જનકભાઇનો સવા તોલાનો સોનાનો દોરો અને રોકડ રૂ. 20 હજાર ઝપાઝપીમાં ક્યાંક પડી ગયા હતા. જે અંગે મહેસાણા ડિવિઝન પોલીસે એકટીવા ચાલક અને તેના સાથી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇકને ટક્કર મારતાં એકટીવા ચાલક સહિત 2 સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...