પોલીસજવાનને લાફો મારનારા બાઇકચાલકને માસની સજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્મેટ નહીં પહેરવાના મુદ્દે દંડ ફટકાર્યો હતો

ત્રણવર્ષ પૂર્વે ટ્રાફિક નિયમનના ભંગ બદલ કરેલો દંડ ભરવાનો ઇન્કાર કરી પોલીસકર્મીને લાફો ઝીંકી દેનારા બાઇકચાલકને વિસનગર જ્યુડિશિયલ કોર્ટે મહિનાની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો હતો.

વિસનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા વિજેન્દ્રસિંહ કિશોરસિંહ અને મહિલા હેડ કોન્સ્ટેબલ સરલાબેન પોલીસ સ્ટેશન નજીક ટ્રાફિક કામગીરી કરી રહ્યા હતા. ત્યારે અહીંથી બાઇક લઇને પસાર થયેલા ગોવિંદભાઈ નાથાલાલ પટેલે હેલ્મેટ પહેરેલું હોય તેમને અટકાવી દંડ પેટે પાવતી આપી હતી .જેનાથી ઉશ્કેરાઈ ગયેલા ગોવિંદભાઈએ બાઈક રોડની વચ્ચોવચ મૂકીને પાવતી લેવાનો ઇન્કાર કરી દેતાં બોલાચાલી થઈ હતી. જેમાં ગોવિંદભાઈએ પોલીસકર્મીને જાહેરમાં લાફો મારી અપશબ્દો બોલતાં મામલો ગરમાયો હતો.

મામલે પોલીસ કોન્સ્ટેબલ વિજેન્દ્ર સિંહે વિસનગર પોલીસ સ્ટેશનમાં પોલીસની કામગીરીમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ વિસનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એ.એમ. પટેલ સમક્ષ ચાલતાં સરકારી વકીલ નીતિનભાઈ બારોટની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ગોવિંદભાઈ નાથાલાલ પટેલને માસની કેદની સજા અને રૂ. એક હજાર દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...