ઉમતા પાસે એસટી અને કાર અથડાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝાતાલુકાના વણાગલા ગામના અને ઊંઝા ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ચૌધરી વિષ્ણુભાઇ મફતલાલ એસટી બસ ( જીજે 02 બીપી 7990) લઇ ઊંઝાથી વિસનગર આવવા નીકળ્યા હતા. ત્યારે ઉમતા જાસ્કા રોડ પર પૂરઝડપે આવી રહેલી સ્વીફ્ટ ગાડી એસટી બસ સાથે અથડાઇ હતી, ઘટનાથી બસમાં સવાર મુસાફરોમાં ભય પ્રસરી ગયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે એસટી ડ્રાઇવર વિષ્ણુભાઇ ચૌધરીએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...