તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મા અંબાના દર્શન કરી અહીં પણ જાજો....

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘેર જવા | બસ અહીંથી મળશે

બુથનં.1 : જૂના આરટીઓના નાકા પાસે આબુરોડના માર્ગે પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, સિદ્ધપુર જવા

બુથ નં.2 : જૂના આરટીઓ નાકા પાસે ત્રણ રસ્તા અંબાજીથી ગબ્બર જવા

બુથ નં.3 : ગબ્બર તળેટીથી ગબ્બરથી અંબાજી

બુથ નં.4 : જી.એમ.ડી.સી.કોર્નરથી મહેસાણા, ખેરાલુ, વિસનગર, પાટણ, હારીજ જવા માટે

બુથ નં.5 : અંબાજી મંદિરના પાછળ જી.એમ.ડી.સી.ના મેદાનથી ગાંધીનગર, ઉંઝા હિમતનગર, ખેડબ્રહ્મા, ઇડર, મોડાસા, વિજાપુર

બુથ નં.6 : જી.એમ.ડી.સી.ના મેદાન ઉપરથી નડીયાદ, ગોધરા, અમદાવાદ, ગાંધીનગર દાંતાથી અંબાજી વાયા હડાદ જવા માટે

બુથ નં.7 : જી.એમ.ડી.સી. મેદાનથી ગોધરા જવા

બુથ નં.8 : કૈલાસ ટેકરીથી રોજીંદી શીડ્યુલોનું સંચાલન

બુથ નં.9 : અંબાજી હોટલ આસોપાલવથી અંબાજીથી દાંતા

આરતી સવારે 06-15થી06-45

દર્શનસવારે 06-45થી11-30

દર્શનબંધ 11-30થી12-30

દર્શનબપોરે 12-30થી04-30

દર્શનબંધ 04-30થી07-00

આરતીસાંજે 07-00થી07-30

દર્શનસાંજે 07-30થી01-30

દર્શનબંધ 01-30થી06-15

}માનસરોવર

અંબાજીમંદિરથી નજીકમાં પૂર્ણ દિશામાં પુરાણું માનસરોવર આવેલુ છે. ભગવાન શ્રી કૃષ્ણના ચૌલકર્મ વખતે વાળ ઉતારવાની વિધિ પછી માનસરોવરના પાણીથી શ્રી કૃષ્ણને સ્નાન કરાવ્યાની માન્યતા છે. આજે પણ ઘણા શ્રદ્ધાળુઓ સ્થળે પોતાનાં બાળકોની ચૌલક્રિયા-બાબરી અહી કરાવે છે.

}કુંભારિયાનાજૈન દેરાસરો

ચિતોડનારાણા કુંભાએ આરાસુરમાં માતાજીના મંદિર નજીક કુંભારિયા વસાવ્યુ હતું. ભીમદેવે સોલંકીના સમયમાં ચંદ્રાવતીના દંડનાયક જૈન વણિક વિમળશાએ અગિયારમી સદીમાં બધે વિજય અને સફળતા મેળવ્યા બાદ તેની યાદમાં કુંભારિયામાં જૈન દેરાસરો બાંધવા વિચાર્યું. વિમળશાના પત્ની સુમંગલા માતાજીનાં પરમ ઉપાસક હતાં. માતાજીએ સ્વપ્નમાં કહ્યું તારી બધી ઇચ્છા પૂરી થશે. વિમળશાએ સફેદ આરસના 360 જૈન મંદિર બનાવ્યાં.

}કૈલાસટેકરી

ખેડબ્રહ્મારોડ ઉપર અંબાજીથી નજીકના અંતરે કૈલાસ ટેકરી છે. અહીં મહાદેવનું મંદિર તથા સનસેટ પોઇન્ટ પણ છે. ટેકરી ઉપર હૈડાખંડી ભોલેબાબાનો આશ્રમ પણ છે. શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે.

મૂળ સ્થાન ગબ્બર પર્વત

અંબાજીમંદિરની પશ્ચિમ દિશામાં 3 કિ.મી.ના અંતરે ગબ્બર પર્વત આ‌વેલો છે. સ્થાન માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાની માન્યતા છે. ગબ્બર પર્વત ઉપર માતાજીનું મંદિર છે. સ્થાને માતાજીની અખંડ જ્યોત પ્રગટે છે. ગબ્બર ચડવા માટે 999 પગથિયાં છે. ઉડન ખટોલાની સગવડ છે. ગબ્બર પર્વતનો ઇતિહાસ ભવ્ય રીતે સંકળાયેલો છે. ‘જે ચડે ગબ્બર તે બને બબ્બર’ એવી લોકોકિત પણ પ્રચલિત છે.

અંબાજીમાં માર્બલ ઇન્ડસ્ટ્રીઝ પદયાત્રિકો, તંત્રને મદદરૂપ થશે

અંબાજીમાંમાર્બલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યાત્રિકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરાય છે. જેમાં ડી.કે. ત્રિવેદી એન્ડ સન્સ દ્વારા પાણીની પરબ અને ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ પોલીસ અને એસઆરપી જવાનો માટે રહેવા માટે જગ્યા ફાળવી છે.

}કોટેશ્વર

અંબાજીથીપૂર્વ દિશામાં 5 કિમી ના અંતરે કોટેશ્વર આવેલુ છે. જગ્યા ખુબજ પ્રાચીન સમયની હોવાનુ મનાય છે. પવિત્ર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અહીં છે. નદીના ઉદગમસ્થાનની બાજુમાં કોટેશ્વર મંદિર આવેલુ છે. કહેવાય છે કે, આદિ કવિ વાલ્મિકી ઋષિએ અહીં તપ કર્યું હતું. તથા પવિત્ર ધર્મગ્રંથ રામાયણના લેખનનો પ્રારંભ પણ કોટેશ્વરથી થયો હતો. અહીં વાલ્મિકી ઋષિની ગુફા પણ હયાત છે. પ્રાચીન કાળમાં સ્થાન ઋષિઓનો આશ્રમ હોવાનુ કહેવાય છે. રજવાડાના સમયમાં પણ કોટેશ્વર વિસ્તારમાં શિકાર કરવાની મનાઇ હતી. સ્થાન તપોભૂમિ કહેવાય છે.શ્રદ્ધાળુઓ માટે જગ્યા સવિશેષ મહત્વ ધરાવે છે. સરસ્વતી નદીના ઉદગમસ્થાન પાસે વહેતી જલધારાને માથે ચઢાવી યાત્રિકો ધન્યતા અનુભવે છે. કોટેશ્વર જવા માટે એસટી બસ અને ટેક્ષીઓની પણ સગવડ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો