તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર લીંક રોડ પર મહિલાનો દોરો ખેંચાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાનાવિસનગર લીંક રોડ પર બાપા સીતારામ ગેરેજ પાસેથી મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા બે શખ્સો દોઢ તોલા સોનાનો દોરો ખેંચી ગયા હતા.

શહેરના માનવઆશ્રમ વિસ્તારમાં વિસનગર લીંક રોડ પર આવેલી અયોદ્યાનગર સોસાયટીમાં રહેતાં રસીલાબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ બુધવારે સાંજે કામ અર્થે બહાર આવ્યાં હતાં. વિસનગર લીંક રોડ પર આવેલા બાબા સીતારામ ગેરેજ પાસેથી તેઓ ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઈન ખેંચી લીધી હતી. અચાનક બનેલી ઘટનાથી અ‌વાક્ થઈ ગયેલાં રસીલાબેન કંઈ સમજે તે પહેલાં શખ્સો ફરાર થઈ ગયા હતા. બાબતે રસીલાબેને ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો