તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • આચાર્યની બદલીની માંગ સાથે સંતોકનગર પ્રા.શાળાને તાળાંબંધીની ચીમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચાર્યની બદલીની માંગ સાથે સંતોકનગર પ્રા.શાળાને તાળાંબંધીની ચીમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | તાલુકાનાદઢીયાળ ગામના સંતોકનગર પરામાં આવેેલ પ્રાથમિક શાળાના આચાર્ય ફરિયાદ સાંભળતા હોવાની રાવ વાલીઓએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી આચાર્યની બદલી કરવા રજૂઆત કરી છે.

તાલુકાના દઢીયાળ ગામના સંતોકનગર પરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વાલીઓ દ્વારા શુક્રવારના રોજ તાલુકા વિકાસ અધિકારીને તેમની શાળાના આચાર્ય તેમની ફરિયાદ સાંભળતા હોવાનું તેમજ એસએમસીની મીટીંગ પણ બોલાવતા હોવાનું જણાવી લેખિત રજૂઆત કરી છે. જેમાં તેમણે આચાર્યની બદલી નહી કરાય તો બાળકો સ્કુલે નહી મોકલવાની તેમજ શાળાની તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે ગામના મણીનગર પ્રાથમિક શાળામાં પણ બે શિક્ષિકાઓ બાખડતાં ગ્રામજનોએ સ્કૂલની તાળાબંધી કરી હતી જેમાં અધિકારીઓએ દોડી જઇ મામલો શાંત પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો