વિસનગર યાર્ડના વાહનોમાંથી બેટરી ચોરતા 2 યુવકો ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
7 બેટરી ચોર્યાની કબૂલાત 3 શખસો સામે ગુનો નોંધાયો

વિસનગરમાર્કેટયાર્ડમાં પડેલા વાહનોમાંથી બેટરી ચોરતા 2 યુવકોને સ્થાનિક વેપારીઓએ ઝડપી લઇ પોલીસને હવાલે કર્યા હતા. શખસોએ 7 જેટલા વાહનોમાંથી બેટરી ચોરી વિસનગરના એક શખસને વેચી હોવાની કબૂલાત કરતાં પોલીસે ત્રણેય શખસો સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

વિસનગર માર્કેટયાર્ડમાં પડેલા વાહનોમાંથી બેટરી ચોરતા 2 યુવકોને ગંજબજારમાં ટ્રાન્સપોર્ટ ધરાવતા અને ગુરૂદેવ ટાઉનશીપમાં રહેતા પટેલ પરેશકુમાર સહિતના વેપારીઓની નજરે પડતાં બંનેને ઝડપી લઇ પોલીસને સોંપ્યા હતા. પોલીસ પૂછપરછમાં પટેલ ભાવેશ ગોવિંદભાઇ (ગોવિંદચકલા) અને પટેલ દિપક વિષ્ણુભાઇ (રહે. કાંસા) હોવાનું જણાવ્યું હતું. તેમણે 7 બેટરીઓ ચોરી હોવાની કબુલાત કરી હતી. ચોરેલી બેટરીઓ સાહિનપાર્કમાં રહેતા મનસુરી હુમાયુદીન અલાઉદીનને વેચતા હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે પરેશ પટેલની ફરિયાદ આધારે બંનેની ધરપકડ કરી બેટરી કબજે લીધી હતી. પોલીસે ત્રણેય શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...