પેરોલ પર છુટેલો પત્નીનો હત્યારો ઉદલપુરથી ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીનાહત્યા કેસમાં આજીવન કેદની સજા દરમિયાન પેરોલ પર છુટી 3 મહિનાથી હાજર નહીં થનાર આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડે ઉદલપુર ગામેથી ઉંઘતો ઝડપી લીધો હતો.

વિસનગરના ઉદલપુરના પ્રકાશજી ખોડાજી ઠાકોરે આડા સંબંધોના મુદ્દે પત્નીની હત્યા કરી હતી. જેમાં 2 વર્ષ પૂર્વે સેશન્સ કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કરતાં તેને સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો હતો. 3 મહિના પૂર્વે અંગત કારણો આગળ ધરી પ્રકાશજીએ ગુજરાત હાઇકોર્ટમાંથી વચગાળાની પેરોલ રજા મેળવ્યા બાદ પુન: જેલમાં પરત ફરતાં વોરંટ નીકળ્યું હતું. દરમિયાન પ્રકાશજી ઠાકોર તેના ઉદલપુર ગામના મકાને હાજર હોવાની બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એમ.ડી.ચંપાવત, એએસઆઇ જહીરખાન, આશા રામ, મલયભાઇ, શૈલેશ ભાઇએ બુધવારે સવારે 5-30 કલાકે તેને ઉંઘતો ઝડપી સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...