ડાભલા સર્કલ પર ટ્રક પલ્ટી ખાઇ ગઇ, ચાલકનો બચાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા થી વિજાપુર તરફ શનિવારે જઇ રહેલો ટ્રક જીજે.12 બીવી 6853 સવારે ચારેક કલાકે ડાભલા સર્કલ પરથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે ચાલક સ્ટેરીગ પરથી કાબુ ગુમાવતાં ટ્રક પલ્ટી ખાઇ ગયો હતો. ઓવર સ્પીડ ટ્રક ડિવાઇડર કુદીને ઘસડાઇને વિસનગર રોડ પર ઉધ્ધો પડી ગયો હતો. જો કે, સદનસીબે ટ્રક ચાલકો આબાદ બચાવ થયો હતો. બીજી બાજુ સવારે 11 કલાક સુધી પલ્ટી ખાધેલો ટ્રક રોડ પર પડી રહેતાં વિસનગર તરફનો ટ્રાફિક એક બાજુ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...