• Gujarati News
  • ભાદર પુલ ધરાશાયી પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

ભાદર પુલ ધરાશાયી પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી

પોરબંદર-સોમનાથકોસ્ટલ હાઈવે પર પોરબંદરથી 35 કિ.મી. દૂર નરવાઈ માતાજીના મંદિર નજીક ભાદર નદી ઉપર આવેલા પુલનો 120 ફૂટનો ભાગ ધડાકાભેર “વી” આકારમાં તૂટી પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ તંત્રની લાપરવાહીને કારણે પુલ ધરાશયી થયો છે જેને પગલે રાજકોટ અને ગાંધીનગરથી નેશનલ હાઈવે અને માર્ગમકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ઘટનાની તપાસ માટે નેશનલ હાઈવેના ઉચ્ચ અધિકારી માથુર, રાજકોટ ક્વોલીટી કન્ટ્રોલના અધિકારીઓ તેમજ ગાંધીનગર માર્ગ મકાન વિભાગના ચીફ એન્જીનીયર પી.જે. પટેલ અને તેમની ટીમ પણ પોરબંદર દોડી આવી હતી. 2 વર્ષ પહેલા જેમનું સમારકામ કરાયું તેમ છતાં પુલ કેમ તુટ્યો ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

પોરબંદર

પુલની વિગત

}પુલનુંએસ્ટીમેન્ટ 1970/71 માં બન્યું

}પુલનુંકામ 1991 માં પૂર્ણ થયું

}પુલનીસાઈઝ 12 બાય 40

}પુલનીલંબાઈ 480 મીટર

}1કરોડના ખર્ચે પુલ તૈયાર થયો

}વિસનગરસેવા સહકારી મંડળીએ પુલ બનાવ્યો છે

}પુલનુંનિર્માણ થયું તે કન્સ્ટ્રક્શન ડિવીઝન હસ્તક હતો

}વર્ષ2000 માં માર્ગ અને મકાન વિભાગને સોંપવામાં આવ્યો

}વર્ષ2005 માં નેશનલ હાઈવેએ પુલને હસ્તગત કર્યો