• Gujarati News
  • મરચું હળદર ધાણાજીરું 30% સુધી મોંઘાં થયાં

મરચું-હળદર-ધાણાજીરું 30% સુધી મોંઘાં થયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બળબળતાઉનાળામાં તમતમતા મસાલા ભરવાની સિઝન આવી ગઇ છે, પરંતુ સિઝનની શરૂઆતે મરી-મસાલાની કિંમતમાં 20થી 30 ટકાના ભાવવધારાની તમતમતી તેજી જોવા મળી રહી છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઇ ગયા છે. ગયા વર્ષે લોકોએ મરચું, હળદર અને ધાણાજીરું જેવા મસાલા ભરવા માટે રૂ. 2900નું બજેટ રાખ્યું હતું. તેમનું બજેટ વર્ષે વધીને રૂ. 3560 સુધી પહોંચ્યું છે. જંગી તફાવતને લીધે સિઝન શરૂ થઇ ગઇ હોવા છતાય તીખા મસાલાની ખરીદીને હાલ ફિક્કો પ્રતિસાદ મળી રહ્યો છે.

વર્ષે સૌથી સસ્તું ગણાતું દેશી મરચું રૂ. 180 જેટલી ઊંચી કિંમતે વેચાઇ રહ્યું છે. જે ગયા વર્ષે રૂ. 140થી 160માં મળી રહેતું હતું. એવી રીતે રેસમપટ્ટી, ડબલ રેસમ, ઘોલર અને કાશ્મીરી મરચું પણ મોઘું થયું છે. વિસનગરી હળદર પણ રૂ. 180ના ભાવે વેચાય છે જે ગઇ સિઝનમાં રૂ. 160 પ્રતિ કિલો હતી. તે ઉપરાંત રાજાપુરી અને સેલમ હળદરમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે. જ્યારે ગયા વર્ષે 190 રૂપિયા કિલોના ભાવે વેચાયેલું ધાણાજીરું હાલ રૂ. 240 સુધી વેચાય છે.

રાણીપમાંથી મસાલાની ખરીદી કરતા રીટાબહેન ચૌહાણે જણાવ્યું હતું કે, હું 3000ની ગણતરી કરીને મસાલાની ખરીદી માટે આવી હતી. પરંતુ સારું અને સસ્તું હવે કંઇ મળતું નથી દરેક સારી ક્વોલિટીના મસાલાના ભાવ વધ્યા છે. તેથી મારું બજેટ ~3600થી વધુ થયું છે.

મસાલા દળવાના પ્રતિ કિલો ~20 થાય છે

ઠેરઠેરશામિયાણાબાંધીને મસાલાનો ધંધો કરતા વેપારીઓ જોડેથી આખા મરચાં, હળદર અને ધાણાજીરું લઇને તેને દળાવવા પડે છે. જેના માટે અલગથી પ્રતિ કિલો ~20 ચૂકવવા પડે છે. ઘણી જગ્યાએ મરચું ફ્રીમાં દળી, મોઇને આપે છે હળદર દળવાના રૂપિયા લેવાય છે. જ્યારે ઘણાં સ્થળે મસાલાની ખરીદી પર ફ્રીમાં દળી અપાય છે. જેથી મોટા ભાગની મહિલાઓ આવા સ્થળો વધુ પસંદ કરે છે.

ભાવવધારો |ચાર જણનાં પરિવારમાં વાર્ષિક મસાલામાં ભાવ વધારાની ઈફેક્ટ

મોંઘવારી ઈફેક્ટ

મસાલા જથ્થો ગત વર્ષનો હાલનો ભાવ તફાવત

મરચું5 કિલો ~950 ~1100 ~150

ધાણાજીરું 8 કિલો ~1520 ~1920 ~400

હળદર 3 કિલો ~480 ~540 ~60

16 કિલો મસાલો 3560 ~2950 ~3560 ~610

મસાલામાંથયેલો ભાવ વધારો

મસાલાજથ્થો ગત વર્ષનો હાલનો ભાવ વધારો

મરચું1 કિલો ~190 ~220 ~30

ધાણાજીરું 1 કિલો ~190 ~240 ~50

હળદર 1 કિલો ~160 ~180 ~20