વિજયનગરમાં પૂર, આમોદરા તળાવ છલોછલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકામાં છેલ્લા પાંચ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા છે તથા આમોદરાનું તળાવ ભરાઇ જતાં તૂટવાની આશંકા સેવાઇ રહી છે.

અંગે પાલના સરપંચ નલીનભાઇ કલાસવાના જણાવ્યા અનુસાર આમોદરાનું તળાવ વરસાદી પાણીથી ભરાઇ જવાને કારણે તે તૂટી જવાની તૈયારીમાં હોવાથી તે અંગે મંગળવારે વિજયનગરના મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઇ કાર્યવાહી કરાઇ હોવાનો આક્ષેપ કરાયો છે. ચોવીસ કલાક બાદ વિજયનગરથી ઇડર જતો માર્ગ ખુલતા વાહન વ્યવહાર શરૂ થયો હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારી એસ.એન.પટેલે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...