ટીંટારણથી માથાસુર ત્રણ રસ્તાના વળાંક પર બમ્પ બનાવવા માંગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ, માર્ગ અને મકાન, રાજ્ય પંચાયત એકમને રજુઆત

વિજયનગરતાલુકાના ટીંટારણ ત્રણ રસ્તાથી માથાસુર ત્રણ રસ્તા વચ્ચેનો વળાંક ભયજનક અને ગોઝારો બની ગયો છે, ત્યાં ગત ત્રણ વર્ષમાં અકસ્માતના અલગ અલગ બનાવોમાં 50 જિંદગીઓ મોતને ભેટી છે. જયાં સ્થાનિક અગ્રણીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ, માર્ગ અને મકાન, રાજ્ય પંચાયત એકમને બમ્પ બનાવી સૂચનાપટ્ટ મુકવા માટે લેખિત રજુઆત કરી છે. જે મામલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ દ્વારા સત્વરે કાર્યવાહી કરવાની બાંહેધરી અપાઇ છે.

પહાડી વિસ્તાર ધરાવતા વિજયનગર તાલુકાના ઇડર-વિજયનગરને જોડતા હાઇવેને રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરાયો છે. જે માર્ગ પર ટીંટારણ ત્રણ રસ્તાથી માથાસુર ત્રણ રસ્તા વચ્ચેના ભયજનક વળાંક માનવ જિંદગીઓ માટે ખતરારૂપ બની ગયો છે. જ્યાં ગત ત્રણ વર્ષમાં અકસ્માતના અલગ અલગ બનાવોમાં 50 જિંદગીઓ મોતને ભેટી છે.

જેને ધ્યાને રાખીને જિલ્લા પંચાયતના સદસ્ય રાજુભાઈ ડુણ, તાલુકા સદસ્ય નવલજીભાઈ ચૌહાણ, વિજયનગર સરપંચ બી.વી.સિસોદીયા વણધોલ સરપંચ મગનભાઈ કટારા દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ, માર્ગ અને મકાન, રાજ્ય પંચાયત એકમને ટીંટારણ ત્રણ રસ્તાથી માથાસુર ત્રણ રસ્તા વચ્ચે તથા તાલુકાના તમામ રાજમાર્ગો પંચાયત એકમના માર્ગો પરના ભયજનક વળાંક આગળ બમ્પ બનાવી સૂચનાપટ્ટ મુકવા માટે લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...