દઢવાવ ગામના આધેડે માનસિક બિમારીથી તંગ આવી ફાંસો ખાધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકાના દઢવાવ ગામના આધેડે માનસિક બીમારીથી કંટાળી જઈ સોમવાર ની રાત્રિ દરમિયાન ઝાડ સાથે દોરડું બાંધી પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. જેની જાન પરિવારનું મંગળવારે સવારે થતાં અંગે મૃતકનાં પુત્રએ ચિઠોડા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.

ચિઠોડા પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, દઢવાવ ગામના અમરાજી કાન્હાજી ડામોરે સોમવારની રાત્રિ દરમિયાન માનસિક બીમારીથી કંટાળી જઈ ઝાડ સાથે દોરડું બાંધી પોતાનું જીવન ટૂંકાવિ લીધું હતું. જેની જાણ તેમના પરિવારને મંગળવારે સવારે થતા ડામોર પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઇ હતી. જે અંગે મૃતક અમરાજીના પુત્ર રમેશભાઈએ મંગળવારે બપોરે ત્રણ વાગ્યે ચિઠોડા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે જઈ આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...