વિજયનગર કોલેજના અધ્યાપકની ઉત્ત ગુજરાત યુનિવર્સીટી સેનેટમાં વરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર :વિજયનગર આર્ટસકોલેજના શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ર્ડા. ભીમજીભાઇ એન. પટેલની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ની સેનેટ (કોર્ટ)માં આર્ટસ કોલેજોના વિભાગમાંથી બિનહરીફ, 5 વર્ષ માટે સેનેટ સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. રાજપુર કેળવણી મંડળના પ્રમુખ એમ.એન.પટેલ મંત્રી એચ.એચ.પટેલ, વિજયનગર કોલેજના આચાર્ય ર્ડા. એલ.એમ.મેવાડા તથા સમગ્ર સ્ટાફે પ્રા.ર્ડા.ભીમજીભાઇ પટેલને અભિનંદન પાઠવી સેનેટર તરીકેની કામગીરી માટે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...