• Gujarati News
  • ચિત્રોડીની યુવતી ગૂમ થતાં શોધખોળ

ચિત્રોડીની યુવતી ગૂમ થતાં શોધખોળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર :વિજયનગર તાલુકાનાચિત્રોડી ગામની 23 વર્ષીય યુવતી બુધવારે રાત્રે ઘરેથી કોઇને પણ કહ્યા વિના જતી રહી હતી. જે અંગે યુવતીના પિતાએ ગુરૂવારે ચિઠોડા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.આ અંગે ચિઠોડા પોલીસ મથકના પી.એસ.ઓ. રમણભાઇ જીવાભાઇના જણાવ્યા અનુસાર ચિત્રોડીના મહેન્દ્રકુમાર રમણભાઇ પટેલની દીકરી રશ્મિકા બુધવારે રાત્રે ઘરેથી કોઇને કહ્યા વગર જતી રહી હતી. જેથી પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં પત્તો નહીં મળતા મહેન્દ્રભાઇએ ચિઠોડા પોલીસ મથકમાં અરજી આપી હતી.