આધારકાર્ડની ધીમી કામગીરી અંગે લોકોમાં રોષ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકામાં આધાર કાર્ડ બનાવવાની મંથર ગતિએ ચાલતી કામગીરીને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. વધુમાં શાળામાં ભણતા નાના ભૂલકાઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે આધારકાર્ડ જરૂરી હોઈ પ્રાથમિક શાળાઓમાં આધારકાર્ડ બનાવવાની કામગીરી થાય તેવી પણ વાલીઓએ માંગણી ઉઠાવી છે.

વિજયનગર તાલુકામાં કેન્દ્ર સરકારની અતિ મહત્વની આધારકાર્ડ યોજનાની કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલતી હોવાના કારણે લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તાલુકામાં આધારકાર્ડ કાઢવાની કામગીરી માત્ર એક જગ્યાએ ચાલતી હોવાના કારણે પણ લોકોએ ભારે હાલાકી ભોગવવી પડતી હોવાના કારણે ગામડાના લોકોએ તાલુકા કક્ષાએ આવી આખો દિવસ બગાડવો પડતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...