રાજપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઝળકી
રાજપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઝળકી
વિજયનગર |રાજ્યભરમાં ર્ડા.બાબા સાહેબ આંબેડકરની 125 મી જન્મ જયંતિના ઉપલક્ષમાં શાળાઓના બાળકો ર્ડા.સાહેબના જીવન ચરિત્રને સમજે, જાણે તેવા આશય સાથે વિવિધ સ્પર્ધાઓ પ્રાથમિક શાળાઓમાં યોજી રહી છે. જે અંગે રાજપુર સી.આર.સી. નિશાબેન શાહ, આચાર્ય ગીરીશભાઇ પટેલીયાના જણાવ્યા અનુસાર શાળાની વિદ્યાર્થીની બામણા માનસી ગોવિંદભાઇએ વકૃત્વ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ, જયારે પટેલ હર્શિતાબેન ધુળાભાઇએ નિબંધ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.