• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Vijaynagar
  • વિજયનગર | વિજયનગર ગ્રામ પંચાયતના કારકુને ઉચ્ચતર પગારની પોતાની માંગણી

વિજયનગર | વિજયનગર ગ્રામ પંચાયતના કારકુને ઉચ્ચતર પગારની પોતાની માંગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર | વિજયનગર ગ્રામ પંચાયતના કારકુને ઉચ્ચતર પગારની પોતાની માંગણી અંગે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. વિજયનગર ગ્રામ પંચાયતના કારકુન અઝીઝખાન પઠાણને સરકારના પંચાયતી રાજના નિયમ અનુસાર મળવા પાત્ર પગાર ધોરણ અનુસારના લાભો નહીં મળતાં તેમને મામલે જિલ્લા વિકાસ અધિકારી અને પંચાયત કમિશ્નર કક્ષાએ ન્યાય મેળવવા માટે લેખિત રજુઆત કરી હતી. જેમાં હકારાત્મક જવાબ નહીં મળતા આખરે હાઇકોર્ટમાં ધાં નાખી છે. જે અંગે અઝીઝખાન પઠાણે જણાવ્યું હતું કે હું મારા હક્ક માટે લડી રહ્યો છું અને વિજયનગર ગ્રામ પંચાયતમાં મેં કરેલી સેવાના બદલામાં મને મળવા પાત્ર ઉચ્ચતર પગાર માંગ્યો હતો, જે માંગણી નહીં સંતોષાતા મારે નાછૂટકે હાઇકોર્ટમાં રીટ કરવી પડી છે.

વિજયનગર પંચાયત ક્લાર્ક પગાર મુદ્દે હાઇકોર્ટની શરણે

અન્ય સમાચારો પણ છે...