વિજયનગર તાલુકામાં દિવસે ગરમી-રાત્રે ઠંડી, બેવડીઋતુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકામાં ગત બે ત્રણ દિવસથી દિવસે ગરમી અને સાંજ બાદ કાતિલ ઠંડી પડતા બેવડી ઋતુના કારણે લોકોને શરદી સળેખમ તાવની બીમારી થવાના કેસ વધી ગયા છે. જયારે ઠંડીનું જોર વધતા લગ્ન આયોજકોએ છેલ્લે ઘડીએ મંડપવાળાને આપેલા ઓર્ડરમાં ફેરફાર કરવા પડ્યા છે.

ધીમે પગલે શિયાળો વિદાય લઇ રહ્યો છે. ત્યારે વિજયનગર તાલુકામાં ગત બે-ત્રણ દિવસથી દિવસે ગરમી અને સાંજ બાદ કાતિલ ઠંડી પડતા બેવડી ઋતુના કારણે લોકોને શરદી, સળેખમ, તાવની બીમારી થવાના કેસ વધી ગયા છે. જયારે ઠંડીનું જોર વધતા લગ્ન આયોજકોએ છેલ્લે ઘડીએ મંડપવાળાને આપેલા ઓર્ડરમાં ફેરફાર કરવા પડ્યા હોવાનું મંડપ વ્યવસાયી તેજાભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. જયારે સિંચાઈ વિભાગના વજેપુર સ્થિત વેધર સ્ટેશનના નાનજીભાઈના જણાવ્યા અનુસાર ન્યુનતમ તાપમાન 6.5 અને મહત્તમ 31ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ ઠંડી-ગરમીની બેવડી સીઝને લગ્ન આયોજકોના ગણિત ઉલ્ટા પાડ્યા છે.

વજેપુરમાં 6.5 ન્યુનત્તમ, 31 મહત્તમ તાપમાન

અન્ય સમાચારો પણ છે...