તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપુર ગામમાં વિજયનગર કોલેજની NSS શિબિર યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપુર ગામમાં વિજયનગર કોલેજની NSS શિબિર યોજાઇ

વિજયનગર |વિજયનગર આર્ટસ કોલેજની વાર્ષિક એનએસએસ શિબિર એ.પી.ઠાકર વિદ્યાલય રાજપુર ખાતે યોજાઇ હતી. શુક્રવારે શિબિરનું રાજપુર કેળવણી મંડળના મંત્રી હરીશભાઇ, પ્રફુલભાઇ ડામોર, એમ.વી.પટેલ, કા.આચાર્ય ર્ડા.એલ.એસ.મેવાડા, પ્રોગ્રામ ઓફિસર ર્ડા.આર.ડી.પટેલ, ર્ડા.એમ.ડી.ભટ્ટની ઉપસ્થિતિમાં સમાપન થયુ હતું. મહિલા સશકિતકરણ અને મહિલા જાગૃતિના મુદાને ધ્યાને રાખી શિબિરાર્થીઓએ રાજપુર આસપાસના વિસ્તારોમાં ગામસફાઇ, સ્વચ્છતા, કુપોષણ, નારીજાગૃતિ, સ્ત્રીભ્રૃણ હત્યાને અટકાવવા બૌધ્ધિક વ્યાખ્યાનો, સૂત્રોચ્ચાર, ભીંતલેખન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા. પશુ ચિકિત્સા, નેત્રનિદાન સારવાર કેમ્પ પણ યોજાયા હતા. મહેંદી, કેશગુંથન, રૂમ સુશોભન, નિબંધ, વકતૃત્વ, ચિત્ર સ્પર્ધાઓ પણ યોજી હતી. જેમાં શ્રેષ્ઠ શિબિરાર્થીઓની ઘોષણા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...